GSTV
Gujarat Government Advertisement

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના મોટાભાઇનું નિધન, 104 વર્ષની ઉંમરે ફાની દુનિયાને કહ્યું અલવિદા

કલામ

Last Updated on March 8, 2021 by

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બે મરૈકયરનું તમિલનાડુના રામેશ્વરમમાં પોતાના ઘરે નિધન થયું છે. તેઓ 104 વર્ષના હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મોહમ્મદ મુતુએ આજે સાંજે લગભગ સાત વાગ્યે અંતિમ શ્વાસ લીધાં. તેઓ ઉંમર સંબંધિત બિમારીઓથી પીડાતા હતા અને તેમની આંખોમાં ઈન્ફેક્શન હતું.

આવી રીતે પસાર થયું કલામની બાળપણ

ઉલ્લેખનિય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 27 જુલાઈ 2015ના રોજ શિલોંગમાં નિધન થયું હતું. તેમનું બાળપણ ગરીબી અને સંઘર્ષમાં વિત્યું હતું. તેઓ પરિવારમાં પાંચ ભાઈ અને પાંચ બહેનો હતા.

જણાવી દઈએ કે અબ્દુલ કલામના પિતા નાવિકનું કામ કરતા હતા અને તેમણે વધુ અભ્યાસ કર્યો નહતો. તેણે માછીમારોને હોડી ભાડા પર આપતા હતા. અબ્દુલ કલામનું બાળપણ ગરીબી અને સંઘર્ષમાં પસાર થયુ હતું. પાંચ ભાઈ અને પાંચ બહેનોનો પરિવાર ચલાવવા માટે તેમના પિતાએ ખુબ મહેનત કરી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો