Last Updated on March 30, 2021 by
ઘણા લોકોના સંબંધીઓ કે ઘરના કોઈ સદસ્યો વિદેશમાં રહેતા હોય છે. આ કારણે તેણે ઘણી વખત વિદેશમાં પૈસા મોકલવા પડે છે. પરંતુ તેને બહાર પૈસા મોકલવા માટે ટેક્સ અંગેની જાણકારી નથી હોતી. જો તમે પણ બહાર પૈસા મોકલવા માંગો છો તો તમારા માટે આ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે. તેવામાં આજે અમે તમને એ વિશે જાણકારી આપીશું.
ઘણી વખત લોકોને પરેશાની થતી હોય છે કે, વિદેશમાં તમારે ભારતીય મુદ્રાના પ્રમાણે પૈસા મોકલવા પડશે કે પછી તમારે વિદેશી મુદ્રાના પ્રમાણે હિસાબમાં પૈસા દેવાના રહેશે. જણાવી દઈએ કે જો એનઆરઆઈ તમને પૈસા મોકલે છે તો કોઈ પરેશાની નથી પરંતુ જોતમે પૈસા મોકલી રહ્યાં છો તો ઘણા નિયમોનું પાલન કરવું પડે છે.
એનઆરઆઈ લોકો માટે બે પ્રકારના એકાઉન્ટ હોય છે. જેનું નામ છે NRE એટલે કે નોન રેસિડન્ટ એક્સટર્નલ અને NRO એટલે કે નોન રેસિડન્ટ ઓર્ડિનરી. એક એકાઉન્ટ હોય છે NRE, જેમાં તમે સીધા પાઉન્ડ કે કોઈ પણ વિદેશી મુદ્રામાં પૈસા મોકલી શકો છો. જેમાં તમે વિદેશી કરન્સી રાખી શકો છો. તે સિવાય બીજું એકાઉન્ટ હોય છે NRO જે ભારતીય કંપની તરફથી ખોલવામાં આવે છે જેમાં તમે ભારતીય મુદ્રામાં પૈસા જમા કરાવી શકો છો. તે બાદ તમે બંને ખાતાઓમાં પૈસા મોકલી શકો છો.
ગિફ્ટ ડીડ પણ બનાવી લો
જે તમે બહાર પૈસા મોકલવા માંગો છો તો પરેશાની આવી શકે છે. માટે તમારે NRE એકાઉન્ટમાં વિદેશી કરન્સી રાખી શકો છો. પોતાની બચતમાંથી બાળકોને પૈસા મોકલવા ઉપર પણ ટેક્સના નિયમો છે. તેવામાં તમારે 15CA અને 15CB ભરવાનું રહે છે અને તમારે એક ગિફ્ટ ડીડ પણ દેવાની રહે છે. તેનાથી ભવિષ્યમાં તપાસથી બચી શકો છો અને તમાને કોઈ પરેશાનીનો સામનો કરવો પડતો નથી.
કેટલો લાગે છે ટેક્સ
દેશની બહાર 7 લાખ રૂપિયાથી વધારે પૈસા મોકલવા ઉપર TCS કાપવામાં આવશે. જો તમે 7 લાખ કરતા વધારે રૂપિયા મોકલી રહ્યાં છો તો તમારે 5 ટકા ટીસીએસ ભરવો પડશે. આ થોડા જ દિવસોમાં તમારા એકાઉન્ટમાં દેખાશે અને તમારે આ ટેક્સ એડજસ્ટમેન્ટના રૂપમાં કામ લાગશે અને તમે તેનું રિફંડ પણ લઈ શકો છો. તમે અઢી લાખ અમેરિકી ડોલર રૂપિયા સુધી સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો અને જો તમે તેનાથી વધારે પૈસા મોકલા માંગો છો તો આરબીઆઈની પરમિશન લેવાની રહે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31