Last Updated on March 27, 2021 by
દેશનાં વિદેશી ચલણના ભંડારનો ભંડાર 19 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં 233 કરોડ ડોલર વધીને 582.271 અબજ ડોલર થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. સપ્તાહમાં વિદેશી ચલણનો ભંડાર 1.74 અબજ ડોલર વધીને 582.04 અબજ ડોલર થઇ ગયું છે.
રિઝર્વ બેંકના આંકડા મુજબ, 12 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ચલણનો ભંડાર (એફસીએ) માં વધારો થવાને કારણે કુલ વિદેશી ચલણ ભંડારમાં વધારો થયો છે. વિદેશી ચલણ સંપત્તિ, કુલ વિદેશી વિનિમય ભંડારનો નોંધપાત્ર હિસ્સો હોય છે.
રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં એફસીએ 157 કરોડ ડોલરથી વધીને 1 541.18 અબજ ડોલર થયું છે. એફસીએ ડોલરમાં દર્શાવવામાં આવે છે, પરંતુ તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણની સંપત્તિનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી પ્રમાણે સોનાના ભંડારમાં સતત બીજા અઠવાડિયામાં વધારો થયો છે. દેશના સોનાના ભંડારનું મૂલ્ય 8 કરોડ ડોલર વધીને 34.63 અબજ ડોલર થયો છે.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં, IMF માં દેશને મળેલો વિશેષ આહરણ અધિકાર 20 લાખ ડોલર ઘટીને 1.5 અબજ ડોલર થયા છે. આ જ રીતે, IMF પાસે અનામત પણ 10 લાખ ઘટીને 9 4.96 અબજ ડોલર થયું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31