Last Updated on March 23, 2021 by
પ્રોટીન શરીરની તમામ કોશિકાઓમાં જોવા મળે છે. આ શરીરમાં તમામ કોશિકાઓ, સ્નાયુઓ વગેરેના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રોટીન ત્વચા વાળ અને હાડકા મજબૂત કરવામાં મદદ કરે છે. આપણા શરીરમાં જટી ડેઇલી ચરબીનો લગભગ 10-38% ભાગ પ્રોટીનથી મળે છે. રોજ એક વ્યક્તિને પ્રતિ કિલો શરીરના વજનના હિસાબે 0.8 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.
મીટ, ફીસ , ઈંડામાં સૌથી વધુ માત્રામાં પ્રોટીન હોય છે, પરંતુ વેજિટેરિયન લોકો એનાથી વંચિત રહી જાય છે. આવો જાણીએ એ વસ્તુ અંગે જે નોન વેજ ન હોવા છતાં પણ પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે.
દાળ
દાળ ભારતીય ભોજનનો મહત્વનો ભાગ છે. દાળમાં હાજર પ્રોટીન અને પોશાક તત્વ શરીર માટે ફાયદાકારક હોય છે. એક કપ ઉકાળેલી દાળમાં લગભગ 11.86 ગ્રામ પ્રોટીન હોય છે. આ સરળતાથી બનીને તૈયાર થઇ જાય છે અને તમે રોજ એને પોતાની ડાઈટમાં શામેલ કરી શકો છો.
કાબુલી ચણા
સામાન્ય રીતે કાબુલી ચણાને છોલે કહેવામાં આવે છે. આ દાળનું જ એક રૂપ છે. તમે એનું સેવન ઘણી રીતે કરી શકો છો. છોલેની કઢી, સૂપ, શાક વગેરે બનાવી સ્વાદ લઇ શકો છો. રોસ્ટેડ છોલેનું સેવન સ્નેક્સ તરીકે કરી શકાય છે. એક કપ ઉકાળેલા છોલેમાં 14.53 ગ્રામ પ્રોટીન હોય છે.
મગ
મગમાં પ્રોટીન, આયરન , ફાઈબર અને ઘણા પ્રકારના પોષકતત્વ હોય છે. વધુ પ્રમાણમાં લોકો અંકુરીત કરી ખાવાનું પસંદ કરે છે. મગનું સલાડ, ખીચડી અને દાળ વગેરે કોઈ પણ રીતે બનાવી ખાઈ શકાય છે. એક કપ ઉકાળેલ મગમાં 14.18 ગ્રામ પ્રોટીન હોય છે.
લીલા વાલ
લીલા વાલમાં હાજર પોટેશિયમ, ફાઈબર અને આયરન શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે.સામાન્ય રીતે લોકો આનું શાક બનાવી ખાય છે. એક કપ ઉકાળેલ લીલા વાલમા 11.58 ગ્રામ પ્રોટીન હોય છે.
લીલા વટાણા
કદાચ કોઈ હશે જેને લીલા વટાણા ખાવાનું પસંદ ન હોય. લીલા વટાણા પ્રોટીન સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીલા વટાણાનું શાક, સૂપ, પુલાવ વગેરે બનાવી શકાય છે. એક કપ ગરમ લીલા વટાણામાં 8.58 ગ્રામ પ્રોટીન હોય છે.
કિનોઆ
કિનોઆ, ગ્લુટેન ફ્રી હોય છે. કિનોઆ કોઈ ઘાસ પર ઉગતા નથી . માટે એને સ્યૂડોસીરીયલ કહેવામાં આવે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31