Last Updated on February 25, 2021 by
બદલતા વાતાવરણમાં શરદી-ઉધરસ અને ફ્લૂ જેવા લક્ષણોથી બચવા માટે આપણે વિટામીન સીથી ભરપૂર સંતરા ખાવાની સલાહ આપવામાં આવે છે. તમે પણ પોતાની ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે સંતરા ખાતા હશો. અથવા તો ઓરેન્જ જ્યૂસ જરૂર પીતા હશો. તેનું કારણ છે કે વિટામિન સીનું સેવન કરવું ફ્લૂ અને કોમન કોલ્ડને થવાથી રોકી તો શકાતું નથી પરંતુ બીમારીના લક્ષણને ગંભીર થવાથી રોકી શકે છે. સાથે જ વ્યક્તિને બીમાર રહેવાના દિવસો ઓછા થઈ જાય છે. HEALTH.COM નું માનીએ તો મધ્યમ આકારના એક સંતરામાં માત્ર 70 મિલિગ્રામ વિટામિન સી હોય છે. સંતરા ઉપરાંત એવા પણ અનેક ફળ છે જેમાં સંતરા કરતા પણ વધુ વિટામિન સી હોય છે.
લાલ, લીલા, પીળા શિમલા મરચા
1 સંતરામાં માત્ર 70 મિલિગ્રામ વિટીમિન સી હોય છે. ત્યાં 1 કપ કાપેલા શિમલા મરચામાં 190 મિલિગ્રામ વિટામિન સી હોય છે. એટલે કે સંતરાથી લગભગ ત્રણ ગણા. ત્યારે પીળા અને લીલા મરચામાં 120 મિલિગ્રામ વિટામિન સી હોય છે. આ ઉપરાંત શિમલા મરચાને જ્યાં બેલપેપર્સ પણ કહેવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
પોષક તત્વોથી ભરપૂર કિવી
કિવી ફ્રૂટ પણ વર્તમાનમાં પોપ્યુલર થઈ ગયું છે. અને ભારતમાં ખૂબ ડિમાન્ડ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કિવીમાં 137 મિલિગ્રામ વિટામીન સી હોય છે. જે 1 સંતરાની તુલનામાં ડબલ છે. વિટામિન સી ઉપરાંત કિવીમાં વિટામીન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને ડાઈટ્રી ફાઈબર પણ મળે છે. આ ઉપરાંત કિવી એન્ટિઓક્સીડન્ટનો પણ ભરપૂર સોર્સ છે. તો માત્ર ઈમ્યૂનિટી મજબૂત કરવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ કિવી ફાયદાકારક છે.
અનેક ખૂબીઓ સાથે બ્રોકલી
બ્રોકલીમાં પણ વીટામિન સીના ભરપૂર સોર્સ છે. 1 કપ બ્રોકલીમાં લગભગ 132 મિલિગ્રામ વિટામીન સી મળે છે. અને સાથે જ કેલીરોજ માત્ર 30, 5 ગ્રામથી પણ વધુ કાર્બ્સ, ફેટ બિલકુલ નથી અને ફાયબર પણ ભરપૂર માત્રામાં હોય છે. અનેક રિસર્ચમાં આ વાત સાબિત પણ થઈ ચૂકી છે. કે બ્રોકલીમાં એનેક એવા નેચરલ કંપાઉન્ડ્સ મળે છે જે શરીરમાં કેંસરની કોશિકાઓને વધતા રોકે છે.
સ્ટ્રોબેરીઝ પણ છે ફાયદાકારક
સ્ટ્રોબેરીને વધુ લોકો સુપર ફ્રૂટ પણ કહેવામાં આવે છે. 1 કપ સ્ટ્રોબેરીમાં લગભગ 85 મિલિગ્રામ વિટામીન સી હોય છે. જે તમારી ઈમ્યૂનિટીને મજબૂત બનાવે છે. સાથે જ તેમાં હેલ્ધી ફોલેટ અને એન્ટિઓક્સિડેન્ટ્સ પણ મળે છએ. જે હાર્ટ હેલ્થ માટે ઘણું ફાયદાકારક છે. આ ઉપરાંત સ્ટ્રોબેરી ખાવાનો એક વધુ ફાયદો એ પમ છે કે દાંત પ્રાકૃતિક રીતે સફેદ બને છે.
પાચનમાં મદદ કરે છે અનાનસ
અનાનસમાં લગભગ 80 મિલિગ્રામ વિટામીન સી હોય છે. આ ઉપરાંત તેમાં બ્રોમેલેન નામનું આન્ઝાઈમ હોય છે. જે ભોજન બાદ પેટનું ફુલાવવાની સમસ્યાને રોકવામાં મદદ કરે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31