GSTV
Gujarat Government Advertisement

મોંઘાવારી / હવે મોંઘી થશે હવાઈ મુસાફરી, 1 એપ્રિલથી એવિએશન સિક્યોરિટી ફીમાં થશે આટલા રૂપિયાનો વધારો

Last Updated on March 25, 2021 by

હવાઈ મુસાફરી ફરી મોંઘી થવા જઈ રહી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. હવે 1લી એપ્રીલથી હવાઈ મુસાફરી કરતા યાત્રિકોને વધુ એક ઝટકો લાગવાનો છે. હવે એવિએશન સિક્યોરિટી ફીસ એટલે કે એએસએફ પણ વધવાની છે.

ડોમેસ્ટિક યાત્રિકોને 160ની જગ્યાએ હવે દેવી પડશે 200 રૂપિયા સિક્સોરિટી ફીસ

એક એપ્રીલથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે એવિએશન સિક્યોરિટી ફી 200 રૂપિયા થશે. વર્તમાનમાં તે 160 રૂપિયા છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની વાતો કરે તો તેના માટે રકમ 5.2 ડોલરથી વધારીને 12 ડોલર થઈ જશે. આ નવા દરો એક એપ્રીલ 2021થી લેવામાં આવતી ટિકિટો ઉપર લાગુ કરવામાં આવશે.

વર્ષ 2019 અને 2020માં પણ ફીમાં કરાયો હતો વધારો

આ પહેલા સરકારે એક સપ્ટેમ્બર 2020ના રોજ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન યાત્રિકો પાસેથી વધારે એએસએફ વસુલવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે એએસએફ 150 રૂપિયાની જગ્યાએ 160 રૂપિયા થઈ ગઈ હતી. તે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે આ રકમ 4.85 ડોલરની જગ્યાએ 5.2 ડોલર થઈ ગઈ હતી. આ પહેલા એક જુલાઈ 2019ના રોજ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે એવિએશન સિક્યોરિટી ફી 130 રૂપિયાથી વધીને 150 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે આ રકમ 3.25 ડોલરના કારણે 4.85 ડોલર થઈ ગઈ છે.

આ યાત્રિકોને નહીં દેવી પડે ફી

જો કે કેટલાક યાત્રિકોને એવિએશન સિક્યોરિટી ફીની છુટ દેવામાં આવી છે. તેમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારક અને ઓન ડ્યુટી એરલાઈન ક્રુનો સમાવેશ થાય છે. તે સિવાય એક જ ટિકિટના માધ્યમથી પહેલી ફ્લાઈટમાં 24 કલાકની અંદર બીજી કનેક્ટિંગ ફ્લાઈટ લેનારા ટ્રાંજિટ યાત્રિકોને છુટ દેવામાં આવી છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો