Last Updated on April 3, 2021 by
હવાઈ મુસાફરી કરનારા યાત્રિકો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. DGCAએ સમગ્ર દેશમાં ચેક ઈન બેગેજને લઈને નવો નિયમ લઈને આવી છે. હવે ચેક ઈન બેગેજ વગર હવાઈ મુસાફરી કરવી જલ્દી સસ્તી થવાની છે. સાથે જ હવે ઈન્ડિગોમાં તમારો સામાનની હોમ ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી તમે એરપોર્ટથી ઘર સુધી તમારો સામાન ડિલિવર કરી શકો છો. તેવામાં જાણીએ ઈન્ડિંગોની આ નવી સર્વિસ કેવી છે અને બેગેજને લઈને શું નિયમો છે.
નવા નિયમો પ્રમાણે એરલાઈન્સ કંપનીઓ વગર બેગેજ માત્ર કેબિન બેગેજની સાથે મુસાફરી કરનારા યાત્રિકોને ભાડામાં છુટ આપશે. નવા નિયમોને લઈને એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. તેના અનુસાર એરલાઈન બેગેજ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે હેઠળ શેડ્યુલ્ડ એરલાઈન્સને ફ્રી બેગેજ એલાઉન્સની સાથે ઝીરો બેગેજ, નો ચેક-ઈન બેગેજ ફેયર ઓફર કરવાની પરવાનગી મળશે.
નવા નિયમો પ્રમાણે હલ્કા સામાનની સાથે યાત્રઆ કરનારા યાત્રિકો પાસેથી ભાડામાં 200 રૂપિયા સુધીની છુટ મળી શકે છે. પરંતુ લાઈટ ફેયર ટિકિટ ખરીદીને એરપોર્ટ ઉપર ચેક ઈન બેગની સાથે પહોચનારા યાત્રિકો પાસેથી 200 રૂપિયા સુધી ચાર્જ કરવામાં આવી શકે છે.
શું છે વર્તમાન નિયમો ? – વર્તમાન નિયમો પ્રમાણે પેસેન્જર પોતાની સાથે સાત કિલોગ્રામ સુધી કેબિન બેગ લઈને જઈ શકે છો. તો ચેક ઈન બેગેજ માટે આ સીમા 15 કિલોગ્રામ છે. જો વધારે વજન હોય તો તેનો ચાર્જ અલગથી યાત્રિકોને દેવો પડે છે. કોરોના મહામારી દરમયાન શરૂ થયેલી ડોમેસ્ટિક ફ્લાઈટોમાં મુસાફરી કરવી પહેલા કરતા મોંઘી બની છે. તે સિવાય એવિએશન નિયમાક સંસ્થાએ અન્ય સેવાઓ જેવી કે પસંદગીની સીટ, ભોજન અને ડ્રિક્સ ચાર્જ, એરલાઈન લાઉંજ અને રમતના સાધનો માટે ફીને અલગ કરવાની પરવાનગી આપી છે.
ઈન્ડિગોની નવી સુવિધા શું છે ? – ઈન્ડિગોએ ઘર ઉપર સામાનની ડિલિવરી કરવાનો ઓપ્શન શરૂ કર્યો છે. તેવામાં તમે ઘરથી એરપોર્ટ સુધી અને એરપોર્ટથી ઘર સુધી સામાન મોકલી શકો છો. તેનાથી કંપની તમારો સામાન ઘરેથી પીક કરી લેશે અને ઘરે મોકલી દેશે. તેના માટે 630 રૂપિયાથી ફી શરૂ થશે. જો તમારી પાસે વધારે સામાન હોય તો તમે તેનો ફાયદો મેળવી શકો છો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31