GSTV
Gujarat Government Advertisement

ટેક્સ બચાવવાની લ્હાયમાં ઈન્વેસ્ટમેન્ટમાં ઉતાવળ ના કરો, આ 6 ભૂલોથી ખાસ બચજો નહીં તો ભારે પડશે

Last Updated on March 22, 2021 by

નાણાંકીય વર્ષ 2020-21 પૂર્ણ થવામાં છે. એવામાં ટેક્સ સેવિંગ માટે ઈન્વેસ્ટ કરનારા લોકો માટે ખૂબજ ઓછો સમય રહ્યો છે. જે ટેક્સપેયર્સ ેઅત્યાર સુધી ટેક્સ સેવિંગ માટે જરૂરી રોકા ણ નથી કર્યું તેમના માટે કેટલાય ઓપ્સન છે. જેનાથી ટેક્સ ડિડક્શનનો વધારેમાં વધારે ફાયદો લઈ શકે છે. સામાન્ય રીતે ટેક્સ સેવિંગ એક વર્ષ રહેનારી પ્રોસેસ છે. પરંતુ અંતિમ સમયમાં લોકો તેમાં ઉતાવળ કરવા લાગે છે. એવામાં કેટલીક ભૂલો થવાની સંભાવના રહેલી છે. જેમાં નુકસાન થઈ શકે થે, કેટલાક લોકો વર્ષભર ઈન્વેસ્ટમેન્ટ માટે સમય નથી નિકાળી શકતા અથવા આ તરફ ધ્યાન નથી આપતા. એવા લોકોને અંતિમ સમયમા ટેક્સ સેવિંગ મામલે ઇન્વેસ્ટમેન્ટમાં ઉતાવળ કરે છે. એવામાં ભૂલ થવાની સંભાવના પણ વિશેષ રહે છે.

લોકો ટેક્સ બચત કરવા માટે જરૂરિયાતથી વધારે રોકાણ કરી દે છે

કેટલાય લોકો ટેક્સ બચત કરવા માટે જરૂરિયાતથી વધારે રોકાણ કરી દે છે. એટલા માટે ટેક્સ સેવિંગ માટે કેટલું રોકાણ કરવું જોઈએ તેની જાણકારી હોવી જરૂરી છે. એક નાણાકીય વર્ષ દરમિયાન પોતાની કુલ આવકનું અનુમાન લગાવીને તે મુજબ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટનું આકલન કરવું જરૂરી છે. જરૂરિયાતથી વધારે રોકાણ કરવા પર કોઈ આપત સ્થિતિમાં નિપટવા માટે પૈસાની કમી થઈ શકે છે.

ક્યારેય પણ ઉતાવળમાં રોકાણ ન કરવું

માર્ચ મહિનામાં વધારે લોકો ટેક્સ બચાવવા માટે ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ અને ઈંડોમેન્ટ પોલિસી જેવી ઈન્શ્યોરન્સ કમ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડ્કટમાં રોકાણ કરી દે છે. જો કે આ પર ઈએલએસએસ પીપીએફ અને બીજી સ્કીમની તુલનામાં ઓછું રિટર્ન મળે છે. એટલા માટે ક્યારેય પણ ઉતાવળમાં રોકાણ ન કરવું જોઈએ.

એક ટર્મ પ્લાન અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લઈ શકાય

ટ્રેડિશનલ ઇન્શ્યોરન્સ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. અને તેમાં સમય પહેલા સરેન્ડર કરવા પર વધારે નુકસાન ભોગવવું પડે છે. એવામાં સારું એ રહેશે કે સ્મોલ સેવિંગ સ્કિમમાં રોકણ કરવામાં આવે. આ ઉપરાંત ઇન્શ્યોરન્સ માટે જરૂરિયાતો માટે એક ટર્મ પ્લાન અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લઈ શકાય છે.

ક્રેડિક કાર્ડ દ્વારા વિડ્રોઅલ કરી રોકાણ કરતા હોય

કેટલાક લોકો ટેક્સ બચાવવા માટે પર્સનલ લોન લેતા હોય કે ક્રેડિક કાર્ડ દ્વારા વિડ્રોઅલ કરી રોકાણ કરતા હોય છે. એવું કરવું યોગ્ય નથી. એમાં નુકસાન થાય છે. જો બહુ જ જરૂરી હોય તો કોઈ મિત્ર અથવા સંબંધી પાસેથી લોન લઈ શકો છો. અથવા એફડી ના અગેન્સ્ટમાં ઓવરડ્રાફ્ટ સુવિધાનો ફાયદો લઈ શકાય છે. આ ઉપરાંત કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મેચ્યોર થઈ ગયો હોય તો તેમાં મળેલા રિફંડને ટેક્સ સેવિંગ સ્કિમમાં રોકાણ કરી શકાય છે.

લોંગ ટર્મમાં ઉત્તમ રિટર્ન મેળવવામાં મદદ મળે

એવા ટેક્સ સેવિંગ પ્લાન પસંદ કરવો જેમાં લોંગ ટર્મમાં ઉત્તમ રિટર્ન મેળવવામાં મદદ મળે. ક્યારેક ક્યારેક શોર્ટ ટર્મ ફાઈનાન્શિયલ લક્ષ્ય મુજબ ટેક્સસેવિંગ પ્લાનમાં રોકાણ ન કરવું જોઈએ. તમામ ટેક્સ સેવિંગ પ્લાનમાં 3થી 15 વર્ષ સુધીનું લોક ઈન પિરિયડ હોય છે. આ લોઈ ઈન પીરિયડથી પહેલા તેમાંથી બહાર ના નીકળી શકાય અને ન તો તેમાં રિટર્ન મળી શકે છે.

છેલ્લા સમયે તમામ રિફંડને કોઈ એક એસેટ ક્લાસમાં રોકાણ કરી દે છે

મોટા ભાગના લોકો ટેક્સ બચાવવાના હેતુથી છેલ્લા સમયે તમામ રિફંડને કોઈ એક એસેટ ક્લાસમાં રોકાણ કરી દે છે. એવી ભૂલ ના કરવી જોઈએ. એકથી વધુ એસેટ ક્લાસમાં રોકાણ કરવાથી રિસ્ક ઓછું રહે છે. અલગ અલગ સ્કિમમાં પણ રોકાણ કરવું વધારે સારું રહે છે. ટેક્સ સેવિંગ માટે એનપીએસ, એફડી, પીપીએફ અને ગોલ્ડ બોન્ડમાં પણ રોકાણ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો