Last Updated on March 30, 2021 by
સંઘ પ્રદેશ દમણમાં કોસ્ટલ હાઈવે પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ની ઘટના બની છે. આગની જાણ થતા દમણ અને વાપીના ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી..અને આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી.. ભંગારના ગોડાઉનમાં ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનમાં શોર્ટ સર્કિટથી તણખા ગોડાઉન પર પડ્યા હતા..અને આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિકના કારણે આગ વધુ ભીષણ બની હતી.
ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિકના કારણે આગ વધુ ભીષણ બની
ફાયર વિભાગે પાણી અને ફોમનો છંટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી..જોકે બાદમાં ફરી આગ લગાત પાંચથી છ કલાક જેટલા સમય સુધી પાણી અને ફોમનો છંટકાવ કરાયો હતો..અને આગ પર 90 ટકા જેટલો કાબુ મેળવાયોમુખ્ય રોડ ઉપર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં દમણ પોલીસ દ્વારા મુખ્ય રોડને બંધ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ભંગારના ગોડાઉનમાં ના માલિકને ગોડાઉનમાં જવલનશીલ પદાર્થ રાખવા બાબતે જાણ પણ કરવામાં આવી હતી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31