GSTV
Gujarat Government Advertisement

ફટાકડાની ફેક્ટરીમાં આગ: એક જ મહિનામાં તમિલનાડૂમાં બીજી વખત લાગી અહીં આગ, આ વખતે આટલા લોકોના થયાં મોત

Last Updated on February 25, 2021 by

તમિલનાડુનાં વિરૂધુનગરમાં ગુરૂવારે એક ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આંગ લાગી ગઇ, આ ઘટનામાં અત્યર સુધીમાં 6 લોકોનાં મોત થયા છે, ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓ આંગને નિયંત્રિત કરવામાં લાગી છે, 

આગનાં કારણે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, આ પહેલા પણ આ જ મહિનામાં વિરૂધુનગરમાં જ એક ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં 11 જણાનાં મોત તથા 36 જણા ઘાયલ થયા હતાં.  

મળતી માહિતી મુજબ ગુરૂવારે વિરૂધુનગરનાં સિવકાસી વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક ફાંટી નિકળતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો અને લોકો દોડાદોડ કરવા લાગ્યા,ફાયર બ્રિગેડે રિસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું, તે સાથે જ ઇમારતો ખાલી કરાવી હતી, જો કે આગ ફાટી નિકળવાનાં કારણો જાણી શકાયા નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો