GSTV
Gujarat Government Advertisement

આ એક્ટ્રેસ ભરાઇ! કોરોના સંક્રમિત હોવા છતાં કરી રહી હતી શૂટિંગ, BMCએ કરી આ કાર્યવાહી

bmc

Last Updated on March 15, 2021 by

કોરોના વાઈરસે એક વાર ફરી રફ્તાર પકડી છે. તાજેતરમાં જ રણબીર કપૂરથી લઈને આશિષ વિદ્યાર્થી સુધી કેટલીક સેલિબ્રિટી આ મહામારીની ચપેટમાં આવી ચૂકેલા છે. આ દરમિયાન BMCએ બોલિવુડ એકટ્રેસ વિરૂદ્ધ કોરોના વાઈરસ ગાઈડલાઈનના નિયમ ઉલ્લંઘનના આરોપમાં એફઆઈઆર નોંધાવી છે. આ એકટ્રેસ ગોહર ખાન છે. તેમને કોરોના પોઝીટીવ મેળવ્યા બાદ પણ નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે. ગોહર ખાને કોરોના પોઝિટીવ થયા બાદ પણ નિયમોનુ પાલન કર્યુ નથી. જે બાદ BMCએ એક્ટ્રેસ વિરૂદ્ધ આ પગલુ ઉઠાવ્યુ છે.

BMCએ એક્ટ્રેસ વિરુદ્ધ કર્યો કેસ

BMCએ કોવિડ નિયમોનુ પાલન નહીં કરવા પર બોલિવુડ અભિનેત્રી ગોહર ખાન વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. આ કેસ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં BMC દ્વારા નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ઝોન 9 ના ડીસીપી અભિષેક ત્રિમુખેએ ગોહર ખાન વિરૂદ્ધ કેસ નોંધવાની પુષ્ટિ કરતા કહ્યુ કે આ મામલે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ધારાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની ટીમ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

bmc

ગૌહર ખાને કર્યુ કોવિડ-19 નિયમોનું ઉલ્લંઘન

BMCના આલા અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર બોલિવુડ અભિનેત્રી ગોહર ખાન કોવિડ ટેસ્ટ દરમિયાન તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને તેમને ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાનુ કહેવામાં આવ્યુ હતુ પરંતુ BMCને જાણકારી મળી કે તેઓ કોવિડ માટે બનાવવામાં આવેલા નિયમોનુ પાલન કરી રહ્યા નથી. જે બાદ BMCની તપાસમાં જાણકારી મળી.

bmc

BMCના અંધેરી વોર્ડ ઓફિસ તરફથી ગોહર ખાન વિરૂદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 188, 269 અને 270 હેઠળ કેસ નોંધવામાં આવ્યો. કેસ નોંધ્યા બાદ મુંબઈ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. ગોહર ખાન વિરૂદ્ધ કેસ નોંધ્યા પર મુંબઈની મેયર કિશોરી પેડનેકરે કહ્યુ કે જે પણ કોરોના નિયમોનુ પાલન કરશે નહીં તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પછી તે કોઈ ખાસ વ્યક્તિ હોય કે સામાન્ય.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો