GSTV
Gujarat Government Advertisement

આ છે દુનિયાનો સૌથી સુખી દેશ : અફઘાનિસ્તાન સૌથી દુઃખી, જાણો વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્ષમાં ભારતનો કયો ક્રમ

Last Updated on March 20, 2021 by

યુએનનો વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્ષ જાહેર થયો હતો. એમાં ફિનલેન્ડે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી ફિનલેન્ડ આ ઈન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવે છે. લાઈફસ્ટાઈલને લગતાં વિવિધ માપદંડોના આધારે આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. ટોપ-૧૦માં નવ દેશો યુરોપના હતા.

યુએનનો વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્ષ જાહેર થયો હતો.આ ઈન્ડેક્ષ માટે ૧૪૯ દેશોનો અભ્યાસ થયો હતો. વિવિધ ૨૩ સર્વેક્ષણોના આધારે સુખાંક નક્કી કરવામાં આવ્યો હતો. એમાં ૧૪૯માંથી ભારતનો ક્રમ છેક ૧૩૯મો હતો. સમગ્રલક્ષી રેન્કિંગમાં ભારતને ૯૨મો ક્રમ મળ્યો હતો. ભારત પછી જોર્ડન, તાન્ઝાનિયા અને ઝીમ્બામ્વે – એમ ત્રણ જ દેશો રેન્કિંગમાં બાકી રહ્યા હતા.

હેપીનેસ ઈન્ડેક્ષમાં અફઘાનિસ્તાન દુનિયાનો સૌથી દુઃખી દેશ હતો. અફઘાનિસ્તાન ૧૪૯મા ક્રમે, ૧૪૮મા ક્રમે ઝીમ્બામ્બે અને એ પહેલાં રવાન્ડાને ૧૪૭મો ક્રમ મળ્યો હતો. બ્રિટનના રેન્કિંગમાં ધરખમ ફેરફાર થયો હતો. કોરોનાના કારણે બ્રિટનના નાગરિકોનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું હતું, તેના કારણે બ્રિટન ૧૭મા ક્રમે ધકેલાયું હતું. અમેરિકાને ૧૯મો ક્રમ મળ્યો હતો.

ભારત પણ છે સુખી દેશમમાં સામેલ

ટોપ-૧૦માં નવ દેશો યુરોપના હતા. જેમાં ફિનલેન્ડ પ્રથમ, ડેન્માર્ક બીજા, સ્વિટ્ઝર્લેન્ડ ત્રીજા, આયર્લેન્ડ ચોથા, નેધરલેન્ડ પાંચમા ક્રમે રહ્યા હતા. નોર્વે, સ્વીડન, લક્ઝમબર્ગ અને ઓસ્ટ્રિયા ટોપ-૧૦માં હતા. એકમાત્ર ન્યૂઝીલેન્ડને બાદ કરતાં બધા જ દેશો ટોપ-૧૦માં યુરોપના હતા. ઓસ્ટ્રેલિયા ૧૧મા, ઈઝરાયેલ ૧૨મા, જર્મની ૧૩મા, કેનેડા ૧૫મા ક્રમે હતા. ચીનને ૫૨ મો ક્રમ મળ્યો હતો. જાપાન ૫૬મા ક્રમે અને પાકિસ્તાન ૧૦૫મા ક્રમે રહ્યું હતું.

વિવિધ ૨૩ માપદંડોના આધારે આ સર્વેક્ષણ થાય છે. તેમાં લાઈફસ્ટાઈલ ઉપરાંત માનસિક શાંતિ જેવા બીજા બધા મુદ્દા પણ ધ્યાનમાં લેવાય છે. ભારતને ૧૦માંથી ૪.૩ પોઈન્ટ્સ મળ્યાં હતાં. આ અહેવાલ યુએનની સહાયથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક અને કોલંબિયા યુનિવર્સિટીનો સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિભાગ સંયુક્ત રીતે હાથ ધરે છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો