Last Updated on April 8, 2021 by
ગત નાણાકિય વર્ષમાં 30થી વધુ IPO દ્વારા કંપનીઓએ રોકારકારો પાસેથી કુલ 39,900 કરોડ રૂપિયા મેળવ્યા છે. હવે નાણાકિય વર્ષ 2021-22 પણ IPOને લઇ ખૂબ જ વ્યસ્ત રહેશે. આ નાણાકિય વર્ષમાં અનેક કંપનીઓ પ્રાઇમરી માર્કેટથી મૂડી મેળવવાની જાહેરાત કરી ચૂકી છે. આ વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે એપ્રિલથી જૂન વચ્ચે 10થી 15 IPO ઓફર્સ આવવાના છે. ફાઇનાન્સિયલ એક્સપર્ટ મુજબ IPO દ્વારા માત્ર 10 દિવસની અંદર જ 100 ટકા રકમ રિટર્ન મળી શકે છે. આ વર્ષે પણ સારી તક છે.
રિયલ એસ્ટેટ સેક્ટર કંપની મેક્રોટેક ડેવલોપર્સ 2,500 કરોડ રૂપિયાના IPO લઇને આવશે. પહેલા લોઢા ડેવલોપર્સના નામથી ઓળખાતી આ કંપનીના IPO 7 એપ્રિલે ખુલી ગયા છે. રોકાણકારો પાસે 9 એપ્રિલ સુધીનો સમય છે.
એપ્રિલમાં આ IPOમાં રોકાણ કરી કમાણી કરો
આ ઉપરાંત હૈદારાબાદની ડોડલા ડેરી, કોર્પોરેટ હેલ્થકેર ગ્રુપ કૃષ્ણા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સ (KIMS) હોસ્પિટલ, ઇન્ડિયા પેસ્ટીસાઇડ્સ, ઓટો એન્સિલરી કંપની સોના બીએલડબ્લ્યૂ પ્રીસિઝન ફોર્જિંગ્સ અને અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ ફર્મ આધાર હાઉસિંગ ફાઇનાન્સના પણ IPO આવવાના છે.
જો આ કંપનીઓની લિસ્ટિંગ પૂરી થઇ જાય છે, તો એપ્રિલ મહિનામાં જ તેના IPOની કુલ સાઇઝ અંદાજે 18,000 કરોડ રૂપિયા થાય છે.
આ વર્ષે આવશે એલઆઈસીના IPO
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે નાણાકિય વર્ષ 2022માં એલઆઈસીના IPO લોન્ચ કરવામાં આવશે. એલઆઈસીના આ IPO અંદાજે 70,000થી 80,000 કરોડ રૂપિયાના હશે. સરકારે વધુમાં જણાવ્યું કે એલઆઈસી પોલિસી હોલ્ડર્સને કુલ IPOના 10 ટકા આપવામાં આવશે.
નાણાકિય વર્ષ 2022 માટે કેન્દ્ર સરકારે 1.75 લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય રાખ્યું છે. ગત નાણાકિય વર્ષ માટે તે 2.1 લાખ કરોડ હતું. આ વખતે સરકારે બે પબ્લિક સેક્ટર બેંકો અને એક જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના ખાનગીરણની પણ જાહેરાત કરી છે.
શું હોય છે IPO?
IPOનો અર્થ ઇનિશિયલ પબ્લિક ઓફર્સ થાય છે. તેના માટે કંપનીઓ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઇ પોતાનો સ્ટોક્સ ઇન્વેસ્ટર્સને વેચવાનો પ્રસ્તાવ લાવે છે.
IPOમાં કેવી રીતે રોકાણ કરી શકાય છે?
કોઇ કંપનીના IPOમાં રોકાણ કરવા ઇચ્છુક રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે નીચે આપવામાં આવેલા સ્ટેપ્સ મુજબ અરજી કરવી જોઇએ.
- ઇન્વેસ્ટર્સ સિંડિકેટ મેમ્બર (સ્ટોક બ્રોકર), કલેક્શન સેન્ટર, ઇશ્યૂના રજિસ્ટ્રાર (RTI: Registrar to the issue), સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંક (SCSB), ઇશ્યૂ બેંકર્સ અથવા સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ પરથી અજી ફોર્મ મેળવી શકો છો.
- IPO અરજી ફોર્મ સાથે તમારે ઓફર્સ ડોક્યૂમેન્ટ્સ મળશે, તેને ભરી જમા કરાવવાનું રહેશે.
- તમને ઓફર ડોક્યૂમેન્ટ કંપની, સેબી અથવા કંપનીની વેબસાઇટ, સ્ટોક એક્સચેન્જ પરથી મળી શકે છે. ઓફર ડોક્યૂમેન્ટને ધ્યાનપૂર્વક વાંચ્યા પછી જ IPOમાં રોકાણ કરવાનો નિર્ણય લેવો. જોકે IPO પર ટિપ્સ અને માર્કેટના સેન્ટિમેન્ટ તમારા નિર્ણયને પ્રભાવિત કરી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31