Last Updated on March 13, 2021 by
નાણા મંત્રાલયે ભારતીય રીઝર્વ બેંકના ‘પ્રોમ્ટ કરેક્ટિવ એક્શન’ ફ્રેમવર્ક હેઠળ રાખવામાં આવેલ નબળી બેંકોની ફાઈનાન્શિયલ હેલ્થને સુધારવા માટે મોટો નિર્ણય કર્યો છે. સરકાર PCA ફ્રેમવર્કમાં સામેલ આ બેંકોમાં કેટલાક દિવસોમાં 14,500 કરોડ રૂપિયા નાખી શકે છે. આ સમયે ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને યૂકો બેંક પર PCA નિયમોની પાબંદી લાગુ છે. તેના પર લેવડ-દેવડ, પ્રબંધકોના વેતન-ભથ્થા અને ડાયરેકટર્સની ફી વધારા પર રોક લાગેલી છે.
4 વર્ષ બાદ RBIની PCA ફ્રેમવર્કથી મુક્ત કરાવવામાં આવી
સૂત્રોએ કહ્યુ છે કે, મંત્રાલયે ફાઈનાન્સ આપવા માટે બેંકોની ઓળખ કરી લીધી છે. ફાયનાન્સ આગામી દિવસોમાં આપવામાં આવશે. જેથી આ બેંકોને વધારે લાભ થશે જે તાત્કાલિક સુધારાત્મક ક્રિયા ફ્રેમવર્ક (PCA)હેઠળ છે. આ સપ્તાહે ભારતીય જીવન વીમા નિગમ LICના નિયંત્રણવાળા IDBI Bankને નાંણાકીય પ્રદર્શનમાં સૂધારાના આધાર પર લગભગ 4 વર્ષ બાદ RBIની PCA ફ્રેમવર્કથી મુક્ત કરાવામાં આવી.
શુ છે પ્રોમ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્ક
જણાવી દઈએ કે, બેંક વેપાર કરતા કેટલીકવાર નાણાકીય સંકટમાં ફસાઈ જાય છે. તેને સંકટમાંથી ઉભરવા માટે RBI સમયે-સમયે દિશા નિર્દેશ જારી કરે છે. એને ફ્રેમવર્ક બનાવે છે. પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન આવી જ પ્રકારનું ફ્રેમવર્ક છે. જે કોઈપણ બેંકની નાણીકીય સ્થિતી નક્કી કરે છે. આ ફ્રેમવર્ક સમયે-સમયે થયેલા બદલાવ સાથે ડિસેમ્બર 2002માં ચાલી રહ્યો છે.
સરકાર 20 હજાર કરોડની કરી ફાળવણી
સરકારે ચાલૂ નાંણાકીય વર્ષ માટે સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં નિયમનકારી જરૂરતોને પુરી કરવા માટે 20,000 કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરી છે. સાર્વજનિક ક્ષેત્રમાં 12 બેંકોમાંથી Punjab & Sind Bankમાં ગત વર્ષે નવેમ્બરમાં 5,500 કરોડ રૂપિયાની રકમ અપાઈ હતી.
IDBI બેંક PCAમાંથી થઈ બહાર
આ સપ્તાહે RBIએ IDBI બેંકને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ફ્રેમવર્કથી હટાવી દેવાઈ છે. નાંણાકીય સ્થિતી બગડવાના કારણે RBIએ મે 2017માં IDBI બેંકને PCA ફ્રેમવર્કમાં નાંખવામા આવી હતી. માર્ચ 2017માં બેંકનો NPA 13 ટકાથી વધી ગયો હતો. RBIએ કહ્યુ કે, આ નોંધવામાં આવ્યુ છે કે, 31 ડિસેમ્બર 2020એ સમાપ્ત ત્રણ મહિનાના નતીજા અનુસાર બેંકે રેગ્યૂલેટરી કેપિટલ, નેટ NPA અને લીવરેજ રેશિયો પર માપદંડોના ઉલ્લંઘનમાં નથી કરાયું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31