GSTV
Gujarat Government Advertisement

હવે નહિ છુપાવી શકો ઇનકમ ટેક્સ રિટર્નમાં તમારી એક્સ્ટ્રા કમાણી, સરકારે કરી દીધી એવી વ્યવસ્થા…

ઇનકમ

Last Updated on March 27, 2021 by

1 એપ્રિલથી નવા ફાઇનાન્શિયલ યર શરુ થવાનુ છે સાથે જ ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાના છે. એમાં એક તમારા ઇનકમ ટેક્સ રિટર્નનું માળખું પણ છે. અત્યાર સુધી તમે જે ટેક્સ રિટર્ન ફાઈલ કરતા હતા એ સેવિંગ મુજબ એડ કરી લેતા હતા. એના પાછળનું કારણ ખર્ચ વધારી ટેક્સ રિટર્ન વધુ મેળવવું. પરંતુ નવા નાણાકીય વર્ષમાં ટેક્સ રિટર્નના માળખામાં કેટલાક ફેરફાર થઇ રહ્યા છે જે પછી તમે એક્સ્ટ્રા ઇનકમ ટેક્સ રિટર્નમાં છુપાવી ન શકો. આવો જાણીએ આ પૂરો મામલો.

આપણે જેટલું કમાયે છે એના પર અમે સરકારને ટેક્સ આપીએ છે, અને પોતાની કમાણી ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાના સમયે જાણવાનું હોય છે. ત્યાં અમે સેવિંગ એના માટે પણ કરે છે આપડે ટેક્સ ઓછું આપવું પડે છે. તમારા ખર્ચ અને ઇનકમનું લેખું જોખું જ તમે પોતાના ટેક્સ રિટર્નમાં દાખલ કરો છો. જો તમારો ખર્ચ વધુ છે તો તમને ટેક્સ ડિપાર્ટમેન્ટ રિફંડ મોકલાવે છે.

આ રીતે બદલાઈ જશે ગણિત

સ્કીમ

જો તમે પણ ઇનકમ ટેક્સ રિટર્ન પોતે ફાઈલ કર્યું છે તો તમે ધ્યાન આપ્યું હશે કિએ તમારો પાન નંબર નાખતા જ ઘણી વસ્તુઓ જેવી કે, સેલરી, પીએફ વગેરે પહેલાથી જ ફીડ થઇને આવે છે. એવું એટલા માટે કે આવકવેરા વિભાગ તમારા પાન કાર્ડના આધારે તમને ગયા ભરેલા ટેક્સ રિટર્નના આધારે રેગ્ય્લર વસ્તુઓને ટ્રેસ કરી લે છે . હવે આવે છે વાત સેવિંગની. ઇનકમ ટેક્સ રિટર્નમાં જો તમે સેવિંગ બતાવો છો તો એના આધાર પર તમે ટેક્સ બચાવી શકો છો.

આ વસ્તુઓએ પણ ટ્રેક કરી શકાશે

ટેક્સ

અત્યાર સુધી ફક્ત પગાર, પીએફ જેવી બાબતોનો ટ્રેક કરી શકાતી હતી. પરંતુ તમારી બચત જેવી કે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા અન્ય બચત યોજનાઓ પર થયેલી કમાણી.આ વસ્તુઓ છે જે તમે આવકવેરા રિટર્ન માં તમારી જાતે જ ભરો છો. જો તમારે વધારે બચત બતાવવી નથી, તો પછી તમે તેમાંની કેટલીક ન પણ ભરતા હતા. પરંતુ શું તમે જાણો છો કે આધાર અને પાનને લિંક કર્યા પછી, આવી બધી કમાણી ડિપાર્ટમેન્ટ સુધી પહોંચે છે. કારણ કે જ્યાં પણ તમે રોકાણ કર્યું છે, તે પાન કાર્ડ દ્વારા ટ્રેક કરવામાં આવ્યું છે.

નેક્સ્ટનો વિકલ્પ કેટલો જરૂરી

જો તમે ટેક્સ રીટર્ન ફાઇલ કર્યું છે તો તમે જોયું હશે કે તમારી નિયમિત આવકમાંથી કમાણી જેવી ઘણી વસ્તુઓ પહેલાથી જ ભરેલી આવે છે. જેને તમે આગળ, આગળ ક્લિક કરો. પરંતુ હવે જ્યારે દરેક બચત પાન અને આધાર જોડાયેલ છે એવામાં વિભાગને તમારી દરેક બચત વિશે માહિતી પણ છે. તેથી હવે આ વસ્તુઓ તમારા રિટર્નમાં પણપહેલાથી જ આવશે. મતલબ કે હવે પછીનું બટન વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. જો તમે ખર્ચ અને બચતને જોયા વગર આગળ નેક્સ્ટ કરો છો તો, તો તમે જોશો કે આવી વસ્તુઓ તમારા રિટર્નમાં ગઈ છે, જે તમે વિચારતા હતા કે તેને બતાવવું નથી. તે સ્પષ્ટ છે કે હવે તમે ઇચ્છો તો પણ તમે રિટર્નમાં તમારી વધારાની આવક છુપાવી નહિ શકો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો