Last Updated on March 20, 2021 by
અમિતાભ બચ્ચને ફરી એક વાર ભારતની શાન વધારી છે. તેમને ઈન્ટરનેશન ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઈવ (FIAF)ના એવોર્ડથી સન્માનિત કરવામાં આ્યા છે. આ એવોર્ડ તેમને ફિલ્મ સંરક્ષણના કામને ઉત્તેજન આપવા માટે મળ્યો છે. સદીના મહાનાયકે સોશિયલ મીડિયા પર એવોર્ડ સેરેમનીનો પોતાનો ફોટાઓ ફેન્સ સાથે શેર કરીને ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઈવ, અમેરિકન ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેક્ટર માર્ટિન સ્કૉર્સેસી અને ફિલ્મ લેખક ક્રિસ્ટોફર નોલનનો આભાર વ્યક્ત કર્યો હતો.
T 3847 –
— Amitabh Bachchan (@SrBachchan) March 19, 2021
Deeply honoured to have been conferred the 2021 FIAF Award. Thank you FIAF, Martin Scorsese , Christopher Nolan for bestowing the award on me in the ceremony today.
Modern technology be praised. Connected virtually to rest of the World simultaneously .. ??? pic.twitter.com/a6rf5IQG2Q
અમિતાભ બચ્ચન પહેલા એવા ભારતીય છે, જેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. શુક્રવારે એક વર્ચુઅલ સેરેમનીમાં આ એવોર્ડથી બીગ બીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના ટ્વિટમાં પણ તેમને આ પ્રકારની જાણકારી આપી છે.
આપને જણાવી દઈએ કે, જયા બચ્ચનની સલાહ પર 2015માં જૂની ફિલ્મોના સંરક્ષણમાં લાગી ગયા હતા. તેમણે લગભગ 60 જેટલી જૂની ફિલ્મો રિસ્ટોર કરી રાખી છે. તેઓ જૂની ફિલ્મોને સાચવી રાખવા માટે મોટી ભાગે અપીલ કરતા હોય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31