Last Updated on April 8, 2021 by
ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલા અતરૌલી ક્ષેત્રના 3 ગામોમાં ભારે હડકંપ મચેલો છે અને આ ગામના લોકો ડરમાં રહીને જીવવા મજબૂર બન્યા છે. આ ગામના લોકોના ડરનું કારણ ભૂત-પ્રેત કે જંગલી જાનવર નહીં પણ એક મહિલા છે. આ મહિલાએ ગામલોકોની રાતની ઉંઘ હરામ કરીને મુકી દીધી છે. જાણવા મળ્યા મુજબ એક મહિલા આસપાસના 3-4 ગામના પુરૂષોને ખોટા આરોપસર જેલની હવા ખવડાવી ચૂકી છે.
અતરૌલી ક્ષેત્રના કાશી મહાપુર, ખુશીપુરા અને અન્ય ગામના લોકોએ ભેગા થઈને અલીગઢના વરિષ્ઠ પોલીસ અધિકારીની મુલાકાત લીધી હતી અને આ ખલનાયક મહિલાના કારનામાઓની ફરિયાદ કરી હતી. ગામલોકોએ એસએસપીને જણાવ્યું કે, છેલ્લા અનેક વર્ષથી એક મહિલા ગામના યુવાનોને ખોટા કેસમાં ફસાવી રહી છે. સ્થાનિક પોલીસ પણ આ કામમાં તે મહિલાને સાથ આપી રહી છે. જો ગામલોકો મહિલાને સમજાવવા પ્રયત્ન કરે તો તે બદલામાં મોટી રકમની માંગણી કરે છે.
તે મહિલાએ થોડા દિવસ પહેલા ઝેર ખાઈને ગામલોકોને ફસાવ્યા હતા અને તે કેસમાં 4 લોકોના નામ લીધા હતા. તેમાં એક મહિલા પોતાના 1.5 વર્ષના બાળક સાથે આજે પણ જેલમાં બંધ છે. આરોપી મહિલા છેલ્લા અનેક દિવસથી ગામના યુવકોને બળાત્કાર, છેડતીના ખોટા કેસમાં ફસાવી રહી છે. બાદમાં કેસ પાછો ખેંચવા મોટી રકમની માંગણી કરે છે. સ્થાનિક પોલીસની મદદથી મહિલાએ અત્યાર સુધીમાં અનેક લોકોને જેલમાં પુરાવ્યા છે. ગામલોકોએ આ મામલે એસપીને લેખિત ફરિયાદ આપી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31