GSTV
Gujarat Government Advertisement

FCI recruitment 2021 : કેટેગરી 1ના ઓફિસરો માટે ભરતી, પગાર 60 હજારથી 1.8 લાખ સુધી

FCI

Last Updated on February 28, 2021 by

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(FCI)એ આસિસ્ટન્ટ જનરલ મેનેજર તથા મેડિકલ ઓફિસરના પદો પર ભરતી માટે આવેદન માંગ્યા છે. ઉમેદવારો 31 માર્ચ સુધી અધિકારીક વેબસાઈટ fci.gov.in પર નોટિફિકેશન જોઈ આવેદન કરી શકે છે. ભરતી અભિયાન 89 ખાલી જગ્યા માટે આયોજિત કરવામાં આવશે, જેમાં 43 ખાલી જગ્યા અનારક્ષિત વર્ગ માટે છે. મેડિકલ ઓફિસરના પદ માટે સેલરી 50,000થી 1,60,000 રૂપિયા સુધી છે જયારે જનરલ મેનેજર માટે 60,000થી 1,80000 હજાર રૂપિયા હશે.

FCI માટે ખાલી જગ્યા

iim

આસિસ્ટન્ટ જનરલ મેનેજર(જનરલ એડમીનસ્ટ્રેશન) : 30 પદ
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ટેક્નિકલ) : 27 પદ
આસિસ્ટન્ટ જરાલ મેનેજર (એકાઉન્ટન્ટ્સ) : 22 પદ
અસાઈસ્ટન્ટ મેનેજર (લો) : 08 પદ
મેડિકલ ઓફિસર : 2 પદ
કુલ : 89 પદ

નિર્ધારિત યોગ્યતા

અરજી કરવા માટે ઉમ્મેદવારોએ લઘુત્તમ 55 % અંકો સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. પદાનુસાર, શૈક્ષણિક યોગ્યચા અલગ-અલગ નિર્ધારિત છે જેની પૂરી જાણકારી ઉમ્મેદવાર અધિકારિક નોટિફિકેશનમાં જોઈ શકાય છે. મેડિકલ ઓફિસર પદો માટે ઉમ્મેદવારોની વધુમાં વધુ આયુ 35 વર્ષ છે. આસિસ્ટન્ટ જનરલ મેનેજર (લૉ) માટે 33 વર્ષ છે. અને આસિસ્ટન્સ જનરલ મેનેજર માટે 30 વર્ષ તથા અન્ય પદો માટે 28 વર્ષ છે.

ભરતી

પસંદગીની પ્રક્રિયા

ઉમ્મેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુમાં ઉમ્મેદવારોના પ્રદર્શનના આધારે થશે. જનરલ કેટેગરીના ઉમ્મેદવારોએ ઓનલાઈન ટેસ્ટમાં 50 % અંક સાથે આરક્ષિત વર્ગના ઉમ્મેદવારોને 45 % નંબર સ્કોર કરવા પડશે. અપ્લાઈ કરવા માટે જનરલ કેટેગરીના ઉમ્મેદવારોએ 1000 રૂપિયા આવેદન શુલ્ક જમા કરાવવું પડશે. જ્યારે આરક્ષિત કેટેગરીના ઉમ્મેદવારો માટે આવેદન પ્રક્રિયા નિ:શુલ્ક છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા 1 માર્ચથી શરૂ થશે અને અપ્લાઈ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો