GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો કહેર / અભિનેત્રી ફાતિમા સના શેખ કોરોના પોઝિટિવ, સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરી આપી માહિતી

Last Updated on March 30, 2021 by

કોરોના મહામારી મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહી છે. અને એવામાં કેટલાક કલાકારો કોરોના સંક્રમિત પણ થઈ ચૂક્યા છે. હવે એક્ટ્રેસ ફાતિમા સના શેખ પણ કોરોના સંક્રમિત થઈ છે. ફાતિમાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેંડલથી સ્ટોરી શેર કરતા આ વાતની જાણકારી આપી છે. જે બાદ ફેંસ તેના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.

ફાતિમા સના શેખે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, મારો કોવિડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામ સાવધાનીઓ અને પ્રોટોકોલનું પાલન કરી રહી છું. અને ઘર પર ક્વોરન્ટાઈન છું. તમારી ચિંતાઓ અને પ્રાર્થનાઓ માટે આભાર. સુરક્ષિત રહો દોસ્તો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફાતિમા સના શેખ અભિનેતા અનિલ કપૂર સાથે કોઈ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મ વઇશે હાલ વધારે કોઈ જાણકારી મળી નથી. ફાતિમા ફિલ્મ સૂરજ પે મંગલ ભારી માં નજર આવી હતી. ફિલ્મમાં એક્ટ્રેસના ઓપોઝિટમાં અભિનેતા મનોજ બાજપેયી અને દિલજીત દોસાંજ લીડ રોલમાં હતી.

એકટ્રેસ ફાતિમાની આગામી ફિલ્મ ‘અજીબ દાસ્તાન’ છે જો કે નેટફ્લિક્સ પર રીલીઝ થશે. ફાતિમાને ફિલ્મ દંગલથી ઓળખ મળી હતી. ફિલ્મમાં તેને ગીતા ફોગાટના પાત્રમાં જોવા મળી હતી. ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં હતો.

હાલમાં જ ટીવીની ફેમસ અભિનેત્રી અને બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ દલજીત કૌર પણ કોરોના સંક્રમિત થઈ હોવાની સમાચાર મળ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો