GSTV
Gujarat Government Advertisement

કિસાન યોજના : શું તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર છે ? જાણી લો અંહી કેટલાંક નિયમો

Last Updated on April 8, 2021 by

ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) અંતર્ગત આઠમા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા ખૂબજ ઝડપીથી ખેડૂતોના ખાતામાં આ રૂપિયા જમા કરાવી દેવામાં આવશે.  પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે કેટલાંક લાભાર્થીઓના ખાતામાં 6,000 રૂપિયા જમા કરાવવામાં આવે છે. ખેડૂતોને આ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. પરંતુ આજે તેમને અમે એ બતાવી શું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કેટલાંક ખેડૂતો નહીં મેળવી શકે તેની જાણકારી બતાવીશું

કોણ મેળવી શકે યોજનાનો લાભ ?

કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોના નામે જમીન હોવી જરૂરી છે. જો કોઈ ખેડૂત ખેતી કરે છે. પરંતુ તેના નામે ખેતર નથી, જો જમીન એમના પિતા અથવા એમના દાદાના નામે જમીન છે તો તેમને કિસાન યોજનાનો લાભ મળવા પાત્ર છે. ગામડાંઓમાં કેટલાક ખેડૂતો એવા હોય છે. જે ખેતી તો કરે છે પણ જમીન એમની પોતાની હોતી નથી. અર્થાત તે કોઈ બીજાના ખેતરમાં ખેતી કરે છે. પરંતુ જમીન માલિકને તે દર વર્ષે પાક લણી આપે છે. એવા ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સામેલ નહીં થઈ શકે. કેટલીક વાર ડોક્યુમેન્ડમાં જમીન ખેતી લાયક બતાવી દેવામાં આવે છે. પરુત એનો ઉપયોગ બીજા કામ માટે કરવામાં આવે છે.

કોને નહીં મળે આ યોજનાનો લાભ ?

પીએમ કિસાન નિધિ સન્માન યોજનાનો લાભ દસ હજાર રૂપિયાથી વધારે પેન્શન મેળવનાર લોકોને પણ આ યોજનાનો લાભ નહીં મળી શકે, અન્ય ચોથા વર્ગના કર્મચારીઓને આ યોજનાનો લાભ નહીં મળી શકે. ઉપરાંત ધારાસભ્ય, સાંસદ, મેયરને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળી શકે તે ઉપરાંત રજિસ્ટાર, ડૉકટર, વકીલ, તેમજ તેમના પરિવાર જનો પણ આ યોજનાનો લાભ નહી મેળવી શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Test Post

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય