GSTV
Gujarat Government Advertisement

ખેડૂત આંદોલન : 26મી માર્ચે ભારત બંધનું ખેડૂતોનું એલાન, એક પણ વાહન રસ્તા પર નહીં આવવા દેવાનું છે આયોજન

Last Updated on March 11, 2021 by

દિલ્હીની સરહદે બેઠેલા ખેડૂતોએ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. આ વખતે આખા દિવસનો બંધ રહેશે. એક પણ વાહન રસ્તા પર આવવા ન દેવાની યોજના છે. બીજી તરફ, યુવાનોને આંદોલન સાથે ફરીથી જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવશે.

farmers protest

આ વખતે ભારત બંધ દરમિયાન ખેડૂતોનાં ટ્રેકટરો પણ નહીં ચાલે

બુધવારે બપોરે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખેડૂત સંગઠનોએ ફરીથી આંદોલનને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂક્યો. બુધવારે મીડિયાને આ અંગે માહિતી આપતા ખેડૂત નેતા બૂટાસિંહે કહ્યું કે આ વખતે ભારત બંધ દરમિયાન ખેડૂતોનાં ટ્રેકટરો પણ નહીં ચાલે. સરકાર અને તેની સાથે સંકળાયેલા લોકો સતત એવો પ્રચાર કરી રહ્યા છે કે ખેડૂત આંદોલન નબળું પડી ગયું છે અને હવે લોકો ખેડૂત આંદોલનમાં નથી આવી રહ્યા.

બુટાસિંહે કહ્યું કે આવા લોકોને જણાવવા ભારત બંધની હાકલ કરવામાં આવી છે કે, ખેડૂતોનું આંદોલન હજી જીવંત છે. તેમણે કહ્યું કે ભારત બંધ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે. આ વખતે રસ્તા પર એક પણ વાહન રહેશે નહીં. ખેડૂતનાં ટ્રેકટરો પણ બંધ રહેશે. બુટાસિંહે કહ્યું કે આઠ માર્ચે દેશભરની મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માટે તમામ ખેડૂત આંદોલન સ્થળોએ એકઠી થઈ હતી, તેવી જ રીતે, સંયુક્ત કિસાન મોરચાએ તેનો કાર્યક્રમ 15 માર્ચથી 28 માર્ચ સુધી સુનિશ્ચિત કર્યો છે.

bharat bandh

સંયુક્ત કિસાન મોરચો લોકોને BJP ને મત નહીં આપવા અપીલ કરશે

બૂટાસિંહે કહ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી યોજાઇ રહી છે અથવા ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં સંયુક્ત કિસાન મોરચો પોતાનો મંચ ઉભા કરશે અને લોકોને BJPને મત નહીં આપવાની અપીલ કરશે. આ ઉપરાંત સંયુક્ત ખેડૂત મોરચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના વધતા ભાવની વિરૂદ્ધ 15 માર્ચે દેખાવો કરવામાં આવશે. આ જ દિવસે દેખાવો કરી રહેલા ખેડૂતો ટ્રેડ યુનિયનોની સાથે મળીને પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધતા ભાવ અને ખાનગીકરણના વિરોધમાં રેલવે સ્ટેશનો પર ધરણા કરશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો