GSTV
Gujarat Government Advertisement

ખેડૂત આંદોલન/ સરકારની ચૂપકિદી બતાવી રહી કંઈક થવાનું છે, કેન્દ્રના આગળના પગલાંને લઈને BKU રાકેશ ટિકેત સચેત

Last Updated on March 1, 2021 by

ખેડૂત આંદોલનમાં હવે સરકાર સાથેથી વાતચીત બંધ છે. 26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનો દોર બંધ થતાં ખેડૂતો પણ સચેત થયા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા અને ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો છે કે, છેલ્લા કેટલાક દિવસથી સરકારની ચૂપકીદી એ વાત તરફ ઈશારો કરી રહી છે કે, સરકાર આંદોલન સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે.

છેલ્લા 15-20 દિવસથી કેન્દ્ર સરકાર ચૂપ બેઠી છે

રવિવારે રાતે ટિકૈતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, છેલ્લા 15-20 દિવસથી કેન્દ્ર સરકાર ચૂપ બેઠી છે અને એ વાતનો સંકેત મળી રહ્યો છે કે, કશુંક તો થવાનુ છે. સરકાર આંદોલન સામે કોઈ પગલા ભરવા માટે હિલચાલ કરી રહી હોય તેમ લાગે છે.

નવા કૃષિ કાયદા અંગે સરકાર સમાધાન નહીં કરે ત્યાં સુધી ખેડૂતો પાછા નહી જાય

તેમણે કહ્યુ હતુ કે, જ્યાં સુધી નવા કૃષિ કાયદા અંગે સરકાર સમાધાન નહીં કરે ત્યાં સુધી ખેડૂતો પાછા નહી જાય. ખેડૂતો તૈયાર છે. તેઓ ખેતીનુ પણ ધ્યાન રાખશે અને આંદોલન પણ કરશે. સરકારને જ્યારે સમય મળે ત્યારે અમારી સાથે વાટાઘાટો કરે. દેશમાં 24 માર્ચે સંખ્યાબંધ સ્થળોએ મહાપંચાયત યોજવામાં આવશે.

લાલ કિલ્લા પર જે પણ બબાલ થઈ હતી તે સરકારે જ ઉભી કરી હતી

તેમણે આરોપ લગાવ્યો હતો કે ,26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર જે પણ બબાલ થઈ હતી તે સરકારે જ ઉભી કરી હતી. હવે આગામી દિવસોમાં ઘઉંની તૈયાર ઉપજ બજારમાં આવશે. જો સરકાર ખેડૂતોના ઘઉં એમએસપી પર નહીં ખરીદે તો તેના માટે સરકાર જવાબદાર હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો