GSTV
Gujarat Government Advertisement

હરિયાણામાં ફરિદાબાદના 25 પોલિસ સ્ટેશનોમાંથી 29 હજાર લિટર દારૂ ગાયબ, ઉંદરો રેડ પાડી દારૂ પી ગયા

Last Updated on March 9, 2021 by

હરિયાણાના ફરિદાબાદ પોલિસ સ્ટેશનમાંથી 29 હજાર લિટર દારુ ગાય થઈ ગયો છે. એક બે જગ્યાએ નહીં પરંતુ શહેરના 30માંથી 25 સ્ટેશનોમાંથી 29 હજાર લિટર દારૂ ગાયબ થવાથી હડકંપ મચી ગયો છે. આ મામલામાં અધિકારીઓ કેમેરા સામે સત્ય બોલવાથી બચી રહ્યા છે. જ્યારે કે સવાલ ઉઠી રહ્યો છે કે આટલી બધી માત્રામાં દારૂ ગાયબ કેવી રીતે થયો ?

સ્ટોરરૂમમાંથી લગભગ 29 હજાર લિટર દારૂ ગાયબ થયો

ફરિદાબાદ પોલિસ સ્ટેશનના 25 પોલિસ સબસ્ટેશનના સ્ટોરરૂમમાંથી લગભગ 29 હજાર લિટર દારૂ ગાયબ થયો છે. ફરિદાબાદ પોલિસે લગભગ 50 હજાર લિટર દેશી અને કાચો દારૂ, લગભગ 30 હજાર લિટર ઈંગ્લીશ દારૂ અને લગભગ 3 હજાર કેન બિયર જપ્ત કર્યો હતો. જેમાંથી લગભગ 825 ફરિયાદો પણ દાખલ કરી હતી. અદાલતમાં કેસ ચાલુ હોય તે દરમિયાન સંબંધિત પોલિસ સ્ટેશનના જપ્તી રૂમમાં દારૂ રાખવામાં આવે છે.

9 હજાર લિટર ઈંગ્લિશ દારૂ ગાયબ થઈ ગયો

મામલો નિપટાવ્યા બાદ સમય સમય પર તેને નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ વર્ષે ફરિદાબાદના લગભગ 25 સ્ટેશનોમાંથી લગભગ 20 હજાર લિટર દેશી દારૂ અને 9 હજાર લિટર ઈંગ્લિશ દારૂ ગાયબ થઈ ગયો છે. આ જાણકારી કોઈ અન્ય નહીં પરંતુ પોલિસના આંકડા જણાવે છે. હવે એવામાં સવાલ એ ઊભો થાય છે કે આખરે આટલા મોટા પ્રમાણમાં દારૂ ગાયબ થયો કઈ રીતે.

પોલિસ સ્ટેશનમાંથી જ થઈ ગયો દારૂ ગાયબ

શહેરની સૌથી સુરક્ષિત ગણાતી જગ્યા પોલિસ સ્ટેશનમાંથી જ દારૂ ગાયબ થવાના સવાલ પર પોલિસના સંબંધિત અધિકારીઓને કરવામાં આવ્યા હતા. તેમની પાસે ફક્ત એક જ જવાબ હતો. કે દેશના અલગ અલગ જિલ્લામાં અલગ અલગ થાણાની પોલિસ આ પ્રકારના દારૂ ગાયબ થવા પર બચાવમાં જવાબ આપે છેકે દારૂ ઊંદરડા પી ગયા.

9 હજાર લિટર દારૂની કાચની બોટલો પણ થઈ ગઈ છે ગાયબ

તમને જણાવી દઈએ કે દેશી દારૂની બોટલો લગભગ પ્લાસ્ટિકની હોય છે. અને કાચો દેશી દારૂ સામાન્ય રીતે મોટા કંનેટર અર્થાત ડ્રમમાં રાખવામાં આવે છે જે પ્લાસ્ટિકના હોય છે. પરંતુ જ્યારે ઈંગ્લિશ દારૂની વાત આવે છે તો તે પણ લગભગ 9 હજાર લિટર ગાયબ છે. જે કાચની બોટલમાં પેક હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો