Last Updated on April 10, 2021 by
ડિજિટલ ટ્રાંઝેક્શનના આ યુગમાં ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા નવી વસ્તુ નથી. ઘણાં કારણોસર ઓનલાઇન વ્યવહાર નિષ્ફળ જાય છે. કેટલીકવાર ગ્રાહકના તરફથી નેટવર્ક સમસ્યા હોય છે, તો પછી બેંકના તરફથી કેટલીક તકનીકી ખામી હોય છે. પરંતુ જો ટ્રાંઝેક્શન નિષ્ફળ થયા પછી તમારા બેંક ખાતા અથવા વોલેટમાંથી પૈસા કાપવામાં આવ્યા છે, તો આરબીઆઈના નિયમો અનુસાર, તે એક સમયની અંદર તમારા ખાતા / વૉલેટ પર પરત આવવા જોઈએ. જો તેમ ન થાય તો ગ્રાહકોને વળતર પણ આપવામાં આવશે.
જો પૈસા મોકલનારના ખાતામાંથી અમાઉન્ટ કપાય ગયુ છે. અને લાભાર્થી ના ખાતામાં પૈસા નથી આવ્યા તો આવી સ્થિતીમાં એક નક્કી સમયમાં મોકલનારને તેની રકમ પરત મોકલાવામાં આવે છે. વધારે કેસોમાં આ પેનલ્ટી 100 દિવસોની હોય છે.
ATM ટ્રાંઝેક્શન
જો ગ્રાહકના ખાતમાંથી પૈસા કપાય ગયા છે અને ATMમાંથી કેશ નથી મીકળી રહ્યા તો આગામી 5 દિવસની અંદર આ પૈસા બેંક અકાઉન્ટમાં પરત આવવા જોઈએ. એવું ન થવા પર બેંકે પેનલ્ટી આપવી પડશે.
કાર્ડ ટ્રાંઝેક્શન
જો કાર્ડથી કાર્ડ ટ્રાંઝેક્શન કરવા પર પૈસા કપાયા પરંતુ બીજા વ્યક્તિના ખાતામાં પૈસા નથી પહોંચ્યા તો આવી સ્થિતીમાં 2 દિવસની અંદર પૈસા પરત મળી જવા જોઈએ. જો કોઈ દુકાન પર POC મશીન દ્વારા પેમેંટ દરમ્યાન પૈસા ફંસાઈ જાય છે તો 5 દિવસની અંદર આ પૈસા ગ્રાહકના બેંક ખાતામાં આવી જવા જોઈએ.
ઓનલાઈન ટ્રાંઝેક્શન
જો કોઈ વ્યક્તિ IMPS,UPI, NEFT KS RTGS દ્વારા પૈસા મોકલે છે અને પૈસા કપાયા બાદ પણ લાભાર્થીના ખાતામાં ન આવે તો તેના માટે ઓટો રિવર્સલનો સમય 2 દિવસનો હોય છે. પરંતુ જો કોઈ શૉપ પર UPI પેમેન્ટ ફેલ થયુ તો તેનું સેટલમેન્ટ 6 દિવસમાં થવુ જોઈએ. જે બાદ ગ્રાહકને ભરપાઈ કરવાની જોગવાઈ છે.
મોબાઈલ વૉલેટ
જો કોઈ વ્યક્તિને પૈસા મોકલ્યા બાદ પણ લાભાર્થી સુઘી નથી પહોંચ્યા તો તેવી સ્થિતીમાં સેટલમેન્ટનો સમય 2 દિવસનો જ હોય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31