GSTV
Gujarat Government Advertisement

ગતિશીલ ભારત / હવે તમારો ચેહરો જ હશે બોર્ડિગ પાસ, વારાણસી એરપોર્ટ પરથી આ સુવિધાની થશે શરૂઆત

Last Updated on April 9, 2021 by

ટેક્નોલોજીની દુનિયામાં કંઈપણ સંભવ છે. ખાસકરીને કોરોના બાદ દરેક પ્રકારના કામોમાં માનવીય હસ્તક્ષેપને (Human interference) ઓછુ કરવાની કોશિશ કરાઈ રહી છે. બીજા શબ્દોમાં કોન્ટેકલેસ સર્વિસની દિશામાં ટેક્નોલોજી મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. હવે ટૂંક સમયમાં જ હવે એરપોર્ટ પર તમારા ચેહરાથી બોર્ડિંગની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. શરૂઆતના ચરણોમાં 4 એરપોર્ટ પર આ સુવિધાની શરૂઆત કરવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર જલ્દી જ દેશના 4 મોટા એરપોર્ટ પર ફેશિયલ રેકગ્નાઈઝની સુવિધાને શરૂ કરાશે. આ સુવિધા શરૂ થયા બાદ તમારો ચેહરો જ તમારો બોર્ડિંગ પાસ હશે. જે ચાર એરપોર્ટની ઓળખ કરવામાં આવી છે તેમાં PM મોદીનુ સંસદીય ક્ષેત્ર વારાણસી, કોલકત્તા, વિજયવાડા અને પુણે એરપોર્ટ સામેલ છે. ભારતમાં પહેલીવાર આ ટેક્નોલોજીનો ઉપયોગ આ એરપોર્ટસ પર કરાશે.

એક મહિનાની અંદર વારાણસીમાં સુવિધાની થશે શરૂઆત

રિપોર્ટ અનુસાર સૌથી પહેલા આગામી એક મહિનાની અંદર વારાણસી એરપોર્ટ પર ફેશિયલ રેકગ્નાઈઝને શરૂ કરાશે. આગામી 3 મહિનામાં અન્ય 3 એરપોર્ટ પર પણ તેનવી શરૂઆત કરાશે. આ સુવિધા માટે જાપાનની કંપની NECને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે આ કામમાં માહિર છે.

પેસેંજર્સનો બચશે સમય

શરૂઆતમાં આ સર્વિસને સ્વૈચ્છિક આધાર પર શરૂ કરાશે. જો કોઈ પેસેંજર્સ ઈચ્છે તો આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. નહિ તો તે પારંપરિક રીતે બોર્ડિંગ પાસ માટે પ્રક્રિયામાં આગળ વધશે. ફેશિયલ રેકગ્નાઈઝ સુવિધા શરૂ થવાથી પેસેંજર્સનો સમય બચી જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો