GSTV
Gujarat Government Advertisement

વાહ ! WhatsApp માં આ વર્ષે આવશે Facebook નું આ ખાસ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

Last Updated on March 31, 2021 by

ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ WhatsApp આ વર્ષે કેટલાક નવા ફીચર્સ લઈને આવશે. જેનાથી તમે એપને યૂઝ કરવાના અનુભવને વધુ સારો બનાવી શકશો. આ વર્ષે આવનારા ફીચર્સમાં સૌથી ખાસ છે લોગ આઉટ ફીચર. જેની મદદથી આપણને આવનારા સતત મેસેજથી છૂટકારો મળી શકશે. આ ફીચરથી લાંબા સમયથી ડિમાંડ હતી. તો હવે આ ફીચર ટૂંક સમયમાં જ યૂઝર્સ માટે રોલ આઉટ કરાશે.

ફેસબુક

ફેસબુકની જેમ કરી શકશો લોગ આઉટ

હકીકતમાં આપણે WhatsApp પર 24×7 લોગ ઈન હો છો જેના કારણે આપણે WhatsApp પર સતત મેસેજ આવતા રહે છે. તેનાથી બચવા માટે બે જ રસ્તા હતા. પ્રથમ ફોનનો ડેટા બંધ કરવો અથવા એપ ડિલીટ કરી દો. પરંતુ હવે યૂઝર્સ WhatsAppને પણ ફેસબુકની જેમ લોકો લોગ આઉટ કરી શકશે. જેનાથી તમારી પર્સનલ લાઈફ પણ સારી રહેશે.

એપલ અને એન્ડ્રોયડ યૂઝર્સ કરી શકશે ઉપયોગ

WhatsAppનું નવુ લોગ આઉટ ફીચર WhatsApp મેસેંજર અને WhatsApp બિઝનેસ બંને વર્ઝનમાં આપવામાં આવશે. એપલ અને એન્ડ્રોયડ યૂઝર્સ બંને આ ફીચરનો ઉપયોગ કરી શકશે. જોકે, આ ફીચરને લઈને હાલ કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે, આ એપમાં આવનારુ ફીચર્સ ટૂંક સમયમાં જ યૂઝર્સ માટે રોલ આઉટ કરી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો