Last Updated on March 19, 2021 by
જો તમે પણ સ્માર્ટફોન પર ફેસબુક ચલાવતા હોવ તો આપના માટે આ જરૂરી સૂચના છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે એક નવો નિર્ણય કર્યો છે. ફેસબુકે મોબાઈલ ડિવાઈસ પર લોગ ઈન કરવા માટે ટૂ ફૈક્ટર ઓથેંટિકેશન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે જે હવેથી કોઈ પણ સ્માર્ટ ફોન પર યુઝર્સ પોતાના ફોનમાં ફેસબુક ચલાવશે, તો તેને બે ઓથેંન્ટિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ફેસબુકે આ નિર્ણય સિક્યુરિટીને ધ્યાને રાખતા લીધો છે. આ અગાઉ ફેસબુકે 2017માં ડેસ્કટોપ માટે આ પ્રકારની સિક્યુરિટી પ્રમાણીકરણને મંજૂરી આપી હતી. ત્યારે હવે તે સ્માર્ટફોન યુઝર્સને પણ લાગૂ પડશે. ફેસબુકનો આ નિયમ iOS અને Android એમ બંને ડિવાઈસના યુઝર્સ માટે છે.
જાણો ટૂ-ફૈક્ટર ઓથેંટિકેશન શું છે ?
ટૂ-ફૈક્ટર ઓથેન્ટિકેશન એક સિક્યોરિટી ફિચર છે. જે આપના ફેસબુક અકાઉન્ટને અજાણ્યા ડિવાઈસથી લોગ ઈન કરવા દરમિયાન દરેક વખતે આપને પાસવર્ડ અને નજીકમાં રહેલી કોઈ પણ વસ્તુને જરૂરિયાત અનુસાર સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને તે આપના મોબાઈલ ફોન અથવા ઓથેંન્ટિકેટર એપ પર એક એસએમએસ કોડ મોકલે છે.
શું કહેવુ છે કંપનીનું
કંપનીએ કહ્યુ હતું કે, અમે અમારા યુઝર્સની સિક્યુરિટીને ધ્યાનમાં રાખીએ છીએ. યુઝર્સને હૈકર્સથી બચાવવા માટે સુરક્ષિત પ્લેટફોર્મ આપવાનું અમારૂ કામ છે. જણાવી દઈએ કે, આ અઠવાડીયે શરૂઆતમાં ટ્વિટરે લોકોની સિક્યુરિટી ફિચરનો ઉપયોગ ફક્ત ઓથેંન્ટિકેશન પ્રક્રિયા તરીકે કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યુ હતું કે, માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ દરેક અકાઉન્ટમાં કેટલાય સિક્યુરિટી કિઝની મંજૂરી આપશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31