GSTV
Gujarat Government Advertisement

ફેસ રીડિંગ : લલાટ પરથી પણ જાણી શકો છો વ્યક્તિનો સ્વભાવ અને તેનું ભવિષ્ય

Last Updated on April 1, 2021 by

હસ્તરેખાની જેમ ફેસ રીડિંગ પણ જ્યોતિષ શાસ્ત્રની એક વિદ્યા છે. આ વિદ્યામાં ચહેરાના પ્રત્યેક ભાગ એટલે કે લલાટ, ભ્રમર, આંખ, નાસિકા, કાન તેમજ ગાલના આકાર અને પ્રકાર અને રંગ જોઈને ભવિષ્યકથન કરવામાં આવે છે.

તેને લક્ષણશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. આ વિદ્યામાં ફેસ રીડિંગના નિષ્ણાંત ફક્ત ચહેરો જોઈને તમારા વિશે ઘણુ બધુ કહી જાય છે. આજે અમે આપને લલાટ પર રહેલા વિવિધ શુભ ચીન્હો વીશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • પહોળુ લલાટ વ્યક્તિને ઘનવાન, બળવાન અને સમાજમાં પ્રતિષ્ઠિત નાગરીક બનાવે છે. આવો વ્યક્તિ પોતાના શત્રુને પરાસ્ત કરવામાં સફળતા મેળવે છે અને દરેક જગ્યાએ તેનો વિજય થાય છે.
  • તેનાથી વિપરીત જો લલાટ નાનુ હોય તો આવા વ્યક્તિની બૌધિક ક્ષમતા કમજોર હોઈ શકે છે. તેમની પાસે હંમેશા ધનની કમી રહે છે. આવા વ્યક્તિને દરેક કામમાં સફળતા મળવામાં સંદેહ રહે છે અને ખુબ મહેનત કરવા છતા તેઓ પોતાના ધાર્યા કામ કરી શકતા નથી.
  • સામાન્ય આકારનું લલાટ વ્યક્તિના સામાન્ય જીવનનો સંકેત આપે છે.
  • જો લલાટ પર ત્રિશૂલનું ચીન્હ હોય તો તે વ્યક્તિ દીર્ધાયુ હોય છે.
  • જો લલાટ પર સીપ જેવુ ચીન્હ હોય તો તે શીક્ષક બને છે અને તે આદર્શ જીવન જીવવા વાળો વ્યક્તિ બને છે.
  • જેના લલાટ પર લીલા રંગની નસ દેખાઈ રહી હોય તે પાપી પ્રકારનો અને ઘૂતારા પ્રકારનો વ્યક્તિ હોય છે.
  • જે વ્યક્તિના લલાટ પર સ્વસ્તિકનું ચીન્હ બને છે તે વ્યક્તિ કરોડપતિ બને છે.
  • જેના ચહેરા પર અર્ઘચંદ્ર બને છે તે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બને છે. જો લલાટ પર વજ્ર કે ધનુષનું ચિન્હ હોય તો તે વ્યક્તિ અઢળક સંપત્તિનો માલિક બને છે.
  • જો લલાટ પર શંખ બને છે તો તે વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે.
Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો