Last Updated on March 19, 2021 by
વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ તેની બેટિંગની સાથે સાથે બિન્દાસ્ત સ્વભાવના કારણે ભારતમાં પણ ખાસો લોકપ્રિય છે. ક્રિસ ગેલે કેરેબિયન દેશોમાં વેક્સીન પહોંચાડવા બદલ ભારત સરકાર, પીએમ મોદીનો આભાર માન્યો છે. ગેલે પીએમ મોદીના ભરપૂર વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, હું પીએમ મોદી, ભારતની જનતાને વેક્સીન આપવા બદલ ધન્યવાદ આપું છું.
પીએમ મોદીનો માન્યો આભાર
તેણે એક વિડિયો સંદેશમાં કહ્યું હતું કે, જમૈકાના લોકો વેક્સીન માટે ભારતની પ્રશંસા કરે છે. ક્રિસ ગેલ પહેલાં વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટસમેન વિવિયન રિચર્ડસે પણ ભારતના વખાણ કરીને પીએમ મોદીનો આભાર માનતા કહ્યું હતું કે, અમને કોરોના વેક્સીન આપવા બદલ ભારતનો આભાર અને ભારતના આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના સબંધો વધારે મજબૂત બનશે.
ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા દુનિયાના બીજા દેશોને ભારતમાં બનેલી વેક્સીન મોકલાવીને તેમની સાથેના સબંધો વધારે મજબૂત બનાવવા માટેની નીતિ અપનાવવામાં આવી છે. ભારત દ્વારા ડઝનબંધ દેશોને વેક્સીન મોકલવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નાના દેશો સામેલ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31