Last Updated on March 11, 2021 by
વિદેશી ઓનલાઇન કંપનીઓ સાથે હવે દેશના નાના નાના દુકાનદારો પણ જોડાવા તૈયાર છે. ત્યારે નાના દુકાનદારોની સંસ્થા CAIT (કૈટ) એ એક એવી મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે કે જેનાથી દરેક દુકાનદાર ટૂંક સમયમાં જ શરૂ થનારી દેશી ઈ-માર્કેટ પર મફ્તમાં ઇ-દુકાન ખોલી શકશે.
ખુલશે મેડ ઇન ઇન્ડિયા ઓનલાઇન બજાર
કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) ટૂંક સમયમાં જ પોતાનું ઈ-કોમર્સ પોર્ટલ ‘ભારત ઇ-માર્કેટ’ ખોલવા જઈ રહ્યું છે. કૈટની યોજના આ પોર્ટલ પર દેશના તમામ નાના દુકાનદારોને લાવવાની છે. તેની પર વિક્રેતાઓને ઓનબોર્ડ લાવવા માટે તેણે આ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે.
એમેઝોન, ફ્લિપકાર્ટની નીતિઓનો વિરોધ
કૈટ હંમેશાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી મોટી ઓનલાઇન કંપનીઓની તદ્દન વિરોધી રહી છે. નાના વેપારીઓના હિતમાં કામ કરતી સંસ્થા કૈટ આ કંપનીઓના એફડીઆઇના નિયમોના ઉલ્લંઘન અને વેપારીઓની સાથે ભેદભાવ કરવાની નીતિઓ વિરુદ્ધ સતત બોલતી આવી છે અને સરકાર પર આને લઇને દબાવ પણ બનાવતી રહી છે.
ભારતીય કાયદાઓનું પાલન કરશે દેશી ઇ-દુકાન
કૈટના મહાસચિવ પ્રવીમ ખંડેલવાલે જણાવ્યું કે, ‘ભારત ઇ-માર્કેટ’ સંપૂર્ણ રીતે દેશના નિયમ-કાયદાઓનું પાલન કરનારું પોર્ટલ હશે. જે રીતે વિદેશી ઓનલાઇન કંપનીઓ દેશના નિયમ-કાયદાઓને દર્શાવી રહી છે તેની સામે નિપટવા માટે આ રીતે દેશના વેપારીઓ અને ગ્રાહકો માટે પ્રતિબદ્ધ ઓનલાઇન બજાર બનાવવું અનિવાર્ય થઇ ગયું હતું.
દેશી ઇ-કોમર્સ પર ઉપલબ્ધ હશે એક કરોડ
એક ખાનગી ન્યુઝ અનુસાર, કૈટની યોજના આ વર્ષે ડિસેમ્બરના અંત સુધી ભારત ઇ-માર્કેટ પર 7 લાખ ટ્રેડર્સને લાવવા અને ડિસેમ્બર 2023 સુધી એક કરોડથી વધારે ટ્રેડર્સને લાવવાની છે. દેશભરના 40,000થી વધારે વેપારી સંગઠન કૈટથી સંબદ્ધ છે અને દેશભરના દુકાનદારોની ઇ-દુકાન ખોલવામાં તેઓ મહત્વની ભૂમિકા નિભાવશે.
દુકાનદાર મફ્તમાં બનાવી શકશે ઇ-દુકાન
પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, ‘ભારત ઇ-માર્કેટ પર રજિસ્ટ્રેશન કરાવનારા દુકાનદારો પાસેથી કોઇ પણ જાતનો ચાર્જ નહીં લેવામાં આવે. આ પ્રકારે દરેક નાના દુકાનદાર મફતમાં પોતાની ઇ-દુકાન બનાવી શકશે. હાલમાં વિદેશી કંપનીઓ 5% થી 35% સુધીનું કમીશન લે છે. તેનાથી ગ્રાહકોને સસ્તો સામાન મળી શકશે અને વેપારીઓની આવક પણ વધી શકશે
નહીં મળે ચીની સામાન
કૈટે કહ્યું કે, ‘પોર્ટલ પર ચીની સામાન વેચવાની મંજૂરી નહીં હોય. આ સાથે જ કારીગરો, મહિલા ઉદ્યમીઓ અને કારીગરોની વિશેષ કાળજીને ધ્યાનમાં લેવામાં આવશે. આ પોર્ટલનો તમામ ડેટા દેશમાં જ રાખવામાં આવશે.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31