GSTV
Gujarat Government Advertisement

પતિની ઉંમર અને સેલેરી વધારવી હોય તો દરરોજ સવારે કિસ કરો, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Last Updated on March 22, 2021 by

લગ્ન જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી રાખવા માટે પતિ પત્નિ વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહેવો જરૂરી છે. લગ્નના શરૂઆતના દિવસોમાં જે પ્રેમ હતો તે લગનના અમુક વર્ષ બાદ પણ અતૂટ જળવાઈ રહેવો જરૂરી છે. પ્રેમને અકબંધ રાખવા માટે પ્રેમી પ્રેમિકા હતા ત્યારે એકબીજાને ગીફ્ટ આપતા હતા તેવી જ ગીફ્ટ લગ્ન પછી પણ પતિ પત્નિ એકબીજાને આપી શકે છે. નોકરી ધંધાના વ્યસ્ત સમયમાંથી પતિ પત્નીએ એકબીજાના હાથમાં હાથ લઈને વાતો કરવા માટે ચોક્કસ સમય કાઢી લેવો જોઈએ. પ્રેમ અકબંધ રાખવાની બીજી પણ એક વસ્તુ છે તેનાથી પ્રેમ ક્યારે ઘટતો નથી. દરરોજ સવારે ઉઠતાની સાથે પતિ પત્નિએ એક બીજાને કિસ કરવી જોઈએ. આનાથી પ્રેમ તો અકબંધ રહે છે. સાથે પતિની ઉંમરમાં પણ વધારો થાય છે. અને સાથે સેલેરીમાં પણ વધારો થયાનો એક અભ્યાસમાં દાવો કરાયો છે.

કામ પર જતા પહેલા પત્નિને કરો કિસ, વધી જશે સેલેરી

સંશોધનાત્મક અભ્યાસમાં એવું પણ ફલિત થયું છે કે પતિ પોતાની પત્નીને સવારે નોકરીએ જતાં પહેલા કિસ કરે છે તો તેમની સેલેરી વધી જાય છે. સંશોધનમાં અભ્યાસ મુજબ પત્નીનો ભરપૂર પ્રેમ મળતાં પતિ વધુ ઉર્જાવાન બનીને નોકરીના કામમાં ખૂબજ એક્ટિવ રહે છે. ખૂબજ ઉત્સાહ અને લગન સાથે કામ કરે છે.કિસ કર્યા વિના કામ પર જનારા કરતાં કિસ કરીને કામ પર જતાં પુરુષો 30થી 35 ટકા વધુ કમાય છે.

કિસ મળનારાઓની ઉંમરમાં 5 વર્ષનો વધારો થયો હતો

વર્ષ ૧૯૮૦માં જર્મનીમાં લોકોની સાઇકોલોજી પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં આવેલા પરિણામો ખૂબજ આશ્ચર્યજનક હતા. સંશોધકો એ માન્યું હતું કે, જો પતિ પોતાની પત્નિને સવારે કામ પર જવાના સમયે કિસ કરે છે તો તેમની ઉંમર લાંબી થાય છે. સંશોધન માટેના આંકડાઓ મુજબ પત્ની પાસેથી કિસ ન મળનારાની તુલનામાં કિસ મળનારાઓની ઉંમરમાં 5 વર્ષનો વધારો થયો હતો.

પ્રાણવાન ઉર્જા મેળવનારો પુરુષ પછી ઓફિસમાં પણ ક્યાંક ફાંફા નહીં મારે

કિસ કરવાના આવા ફાયદા જાણ્યા પછી જરૂરથી કિસ કરશો. તેનાથી તમારા વૈવાહિક જીવનમાં નવી ઊર્જા ભરાશે. સાથે સાથે દાંપત્યજીવનમાં માધુર્યતા વધશે. પતિની ઉંમર અને સેલેરીમાં વધારો પણ થશે. પત્ની પાસેથી દરરોજ નવી પ્રાણવાન ઉર્જા મેળવનારો પુરુષ પછી ઓફિસમાં પણ ક્યાંક ફાંફા નહીં મારે. જેથી તમારી સાથે છેતરપીંડીના ચાન્સ પણ ઓછા રહેશે. અભ્યાસ મુજબ પતિ પત્નીએ દરરોજ કિસ કરવાથી દાંપત્યજીવનની માધુર્યતામાં પણ વધારો કરી શકશો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો