GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન

કાયદો

Last Updated on February 26, 2021 by

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આજે પાક વર્ષ 2020-21ની માટે બીજા અગ્રિમ અંદાજ જારી કર્યો છે. જેમાં કહ્યુ છે કે 2020-21ની દરમિયાન દેશમાં રેકોર્ડ ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનો અંદાજ છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના મતે 2020-21ની દરમિયાન દેશમાં કૂલ મળીને 30.33 કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદન થશે.

દેશમા ચોખાનું ઉત્પાદન 12.03 કરોડ ટન થવાનો અંદાજ

કૃષિ મંત્રીના મતે વર્ષ 2020-21ની દરમિયાન દેશમા ચોખાનું ઉત્પાદન 12.03 કરોડ ટન થવાનો અંદાજ છે. બીજા અગ્રિમ અંદાજ મતે ચાલુ વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન 10.92 કરોડ ટન થશે જ્યારે મકાઇનું ઉત્પાદન 3.16 કરોડ ટન અનુમાન છે. વર્ષ 2020-21માં કુલ કઠોળનુ ઉત્પાદન 2.44 કરોડ ટન અંદાજ્યો છે. જેમાંથી 1.16 કરોડ ટન ચણા અને 38 લાખ ટન તુવેર છે.

તેલીબિયાંનું ઉત્પાદન 3.73 કરોડ ટન થવાનો અંદાજ

તેલીબિયાંનું ઉત્પાદન 3.73 કરોડ ટન થવાનો અંદાજ છે જેમાંથી 1.01 કરોડ ટન મગફળી, 1.37 કરોડ ટન સોયાબીન તેમજ 1.04 કરોડ ટન સરસવનું ઉત્પાદન થવાનો અંદાજ છે. કપાસનું ઉત્પાદન 365.4 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા) અંદાજ્યો છે. શેરડીનું ઉત્પાદન 39.77 કરોડ ટન અને પટસન તેમજ મેસ્ટાનો ઉત્પાદન અંદાજ 97.8 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 180 કિગ્રા) મૂક્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Test Post

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય