Last Updated on March 17, 2021 by
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)એ પોતાના સભ્યો માટે એક નવી સેવાની શરૂઆત કરી દીધી છે. હવે પીએફ ખાતાધારકો Whatsapp હેલ્પલાઈ સેવા દ્બારા પણ ખાતા સાથે જોડાયેલ પરેશાની દૂર કરી શકે છે. એનો મતલબ એ થયો કે હવે તમારે પીએફ કાર્યાલયના ચક્કર ખાવાની જરૂરત નહિ પડે.
કયા નંબર પર કરશો ફરિયાદ
EPFOએ તમામ 138 ક્ષેત્રીય કાર્યાલયોમાં whatsapp હેલ્પલાઇન સર્વિસ શરુ કરી દીધી છે. કોઈ પણ મેમ્બર Whatsapp મેસેજ દ્વારા પોતાની ફરિયાદ નોધાવી શકે છે. પોતાના ક્ષેત્રનો નંબર જાણવા માટે ખાતાધારક EPFOની વેબસાઈટ https://www.epfindia.gov.in પર વિઝીટ કરો. અથવા આ લિંક પર ક્લિક કરો તમને નંબર મળી જશે.
EPFOના કોલ સેન્ટરથી પણ લઇ શકો છો મદદ
EPFOની બીજી સુવિધાઓમાં EPFIGMS પોર્ટલ, CPGRAMS, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને 24 કલાક કામ કરવા વાળું કોલિંગ સેન્ટર સામેલ છે. https://www.epfindia.gov.in/site_docs/PDFs/Downloads_PDFs/WhatsApp_Helpl…દ્વારા તમામ જાણકારી મેળવો
એજન્ટોથી મળશે આઝાદી
EPFOની કોશિશ છે કે લોકો પોતાની મહેનતની કમાણી લેતા સમયે એજન્ટોના ચક્કરમાં ન પડે. સામાન્ય રીતે એ થાય છે કે જયારે પણ કોઈ ખાતેદાર પીએફ કાર્યાલય જાય છે તો ત્યાં એજન્ટોના ચક્કરમાં ફસાય જાય છે. સરકારની કોશિશ છે કે ઓનલાઇન દ્વારા તમામ ખાતેદાર પોતાની સમસ્યાનું નિરાકરણ કરે. એનાથી લોકોને પોતાની કમાણી પુરી મળશે. ઓછા સમયમાં પૈસા ટ્રાન્સફર થવાથી સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31