Last Updated on March 23, 2021 by
તમે અચાનક આવેલી કોઈપણ જરૂરીયાતના કારણે પોતાના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અથવા પ્રોવિડન્ટ ફંડ PFમાંથી પૈસા ઉપાડ઼વા માંગો છો તો તમે ઉપાડી શકો છો પરંતુ શું તમે જાણો છો કે જો તમે પુરા પૈસા ઉપાડવા માંગો છો પરંતુ પુરા પૈસા તમે આપાત સ્થિતિમાં મેડિકલ ઈમરજન્સીમાં જ ઉપાડી શકો છો. ચાલો જણાવીએ તમે તમારા પૈસા કયારે કેવી રીતે ઉપાડી શકો છો તેની સમગ્ર માહિતી.
કેટલા પૈસા ઉપાડી શકો છો
તમે કેટલા પૈસા ઉપાડી શકો છો તે તમારા પીએફ અકાઉન્ટના બેલેંસ પર નિર્ભર કરે છે. તમે તમારા ભાઈ, પુત્ર અથવા બહેન કે પોતાના લગ્ન માટે પણ પૈસા ઉપાડી શકો છો. આમાં તમે 50 ટકા સુધી પૈસા ઉપાડી શકો છો. આ પૈસા ઉપાડવા માટે તમારે તમારી નોકરીના ઓછામાં ઓછા 78 વર્ષ પુરા કરેલા હોવા જોઈએ.
જો તમે તમારુ ઘર ખરીદવા ઈચ્છો છો તો પણ તમે પૈસા ઉપાડી શકો છો. મેડિકલ ઈમરજન્સીમાં પૈસા ઉપાડી શકો છો. તેમાં એ નિયમ છે કે, તમે તમારા વેતનના 6 ગણા અથવા PFના પૂરા પૈસા આ બંન્નેમાંથી જે ઓછા હોય તેમાંછી પૈસા ઉપાડી શકો છો. જો પુરા પૈસા ઉપાડવા માંગો છો તો તમારે હૉસ્પિટલના કાગળો આપવા પડશે.
કેટલો સમય લાગે છે અને શું છે પ્રોસેસ
તમારી અરજીના 5-10 દિવસની અંદર પૈસા તમારા ખાતામાં હશે.
- તેની અરજી માટે પણ તમારે ઑફિસના ધક્કા નહિ ખાવા પડે.
- તમારે EPFOની ઓફિશિયલ વેબસાઈટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવાનું રહેશે.
- તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાંખીને લોગઈન કરવાનું રહેશે.
- ત્યારબાદ ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે.
- તેમાં એક ડ્રોપડાઉન મેનુ ખુલશે ત્યાંથી ક્લેમ પર ક્લિક કરી, ફોર્મ ભરી તમારે ક્લેમ સબમિટ કરવાનું રહેશે.
એડવાન્સ ઉપાડની શું છે પ્રક્રિયા
વેબસાઈટમાં તમારે ull EPF Settlement, EPF Part withdrawal (loan/advance) કે pension withdrawalનો વિકલ્પ મળશે. તેને ભર્યા બાદ લગભગ 5-10 દિવસમાં EPFO પર રજીસ્ટર્ડ બેંક ખાતામાં પૈસા ટ્રાંસફર થઈ જશે. રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા પણ જાણકારી મળી જશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31