GSTV
Gujarat Government Advertisement

આતંકી નેટવર્કનો ખાત્મો બાજવા માટે એકમાત્ર લિટમસ ટેસ્ટ, ભારતે સ્પષ્ટ કર્યું પોતાનું વલણ

Last Updated on March 5, 2021 by

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા ભલે ભારત સાથે વાતચીતનો માર્ગ અપનાવી રહ્યા હોય પરંતુ પોતાના દેશમાંથી આતંકવાદી નેટવર્કનો ખાત્મો એ જ તેમની ગંભીરતાનો લિટમસ ટેસ્ટ ગણાશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અને બેક ચેનલ દ્વારા વિભિન્ન સ્તરે ચાલી રહેલી વાતચીતમાં ભારતે ફરી એક વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

બાજવા

ભારતનું સ્પષ્ટપણે કહેવું છે કે, હાફિજ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદી આકાઓનો સફાયો જ બાજવાની વાતચીતની પહેલ ગંભીર પગલું છે કે માત્ર છળ તે સાબિત કરશે. બેક ચેનલ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે જ્યાં સુધી ભારત પાકિસ્તાન વચ્ચેની વર્તમાન વાતચીતનો સવાલ છે તો જનરલ બાજવાની વિશ્વસનીયતા ઈમરાન ખાન કરતા વધારે માનવામાં આવે છે.

જો કે, એક લોકતાંત્રિક દેશે બીજા દેશની ચૂંટાયેલી સરકારના બદલે ત્યાંના સૈન્ય નેતૃત્વ પર વિશ્વાસ કરવો પડી રહ્યો છે તે અફસોસની વાત છે. જનરલ બાજવા જો ખરેખર ભારત સાથે લાંબા ગાળાના સંબંધ માટે ગંભીર હોય તો તેમણે પોતાના ત્યાંના આતંકવાદી નેટવર્કને ખતમ કરવાનું સાહસિક પગલું ભરવું જ પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો