Last Updated on March 30, 2021 by
નાબાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ અને સેવાનિવૃત કર્મચારીએ બે દાયકા કરતા વધારે સમયથી પેન્શનની રાહ જોઈ રહ્યાં છે. મંગળવારે એક દિવસની હડતાળ કરી હતી. નાબાર્ડના સેવારત અને સેવાનિવૃત કર્મચારીઓએ યુનાઈટેડ ફોરમ ઓફ ઓફિસર્સ, એપ્લોઈઝ એન્ડ રિટાયર ઓફ નાબાર્ડ (UFOERN)ના બેનર હેઠળ હડાળ કરી હતી. જણાવી દઈએ કે, કૃષિ અને ગ્રામિણ વિકાસ માટે રાષ્ટ્રીય બેંક નાબાર્ડનો એક નાણાકીય સંસ્થા છે. જેની સ્થાપના 1981માં સંસદના એક અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી.
2001થી રાહ જોવાઈ રહી છે પેન્શનની સમીક્ષાની
આ કર્મચારીઓના પેન્શનની સમીક્ષા 2001થી થઈ નથી. આરબીઆઈના કર્મચારીઓ અને અધિકારીઓ માટે 2012માં પેન્શનને સંશોધિત કરવામાં આવ્યું હતું. પરંતુ નાણાકીય મંત્રાલયે નાબાર્ડના મુદ્દા ઉપર હજુ નિર્ણય કરવાનો છે. સંસ્થાએ પાછલા અધ્યક્ષો અને પ્રબંધ નિદેશકોને એક મહિના પહેલા પત્ર લખ્યો હતો, પરંતુ આ કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી.
કર્મચારી કરી રહ્યાં છે આ માગો
ફોરમના એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમની માગોમાં 20 વર્ષની સેવા બાદ પૂર્ણ પેન્શન, છેલ્લો પગાર કે પાછલા 10 વર્ષમાં મળેલો સરેરાશ પગારમાંથી જે વધારે હોય તેના આધાર ઉપર પગારની ગણના અને પ્રત્યેક વેતન સમીક્ષાની સાથે પેન્શનમાં વધારાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દેવામાં આવ્યું હતુ આશ્વાસન
નાબાર્ડના અધિનિયમ, 1981ની કલમ 50માં આ અંગે લેખિતમાં આશ્વાસનની ગેરેન્ટી દેવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આવું કશું થઈ શક્યું નથી. તેવામાં મજબુર થઈને તમામ કર્મચારીઓ હડતાળના રસ્તા અપનાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું છે કે સંઘની ચાર માગો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31