GSTV
Gujarat Government Advertisement

વાહ ! ભારતમાં ઈન્ટરનેટ સેવા આપશે એલન મસ્કની કંપની starlink, આવી રીતે કરો રજીસ્ટ્રેશન

Last Updated on March 2, 2021 by

એલન મસ્કનું નામ તો તમે સાંભળ્યુ જ હશે. અમે એજ એલન મસ્કની વાત કરી રહ્યા છીએ જે ટેસ્લાના CEO છે અને જેના એક ટ્વિટ બાદ બીજી કંપનીઓના શેર અવકાશને આંબે છે. એલન મસ્ક હવે ભારતમાં રિલાયન્સ જીયો અને અન્ય ટેલીકોમને ટક્કર આપવાની તૈયારીમાં છે. એલન મસ્કની કંપની STARLINK જલ્દી ભારતમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવા જઈ રહી છે. અને તે પહેલા આવો પહેલા પામોના આઘાર પર રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ છે.

STARLINK ઈન્ટરનેટની સેવાઓ SpaceX કંટ્રોલ કરે છે. જે એક એરોસ્પેસ કંપની છે. SpaceXની સ્થાપના 2002માં એલન મસ્કે કરી હતી. ભારતમાં ઈન્ટરનેટ સેવા આપવા માટે STARLINK ઈન્ડિયાની વેબસાઈટ લાઈવ થઈ ગઈ છે અને બુકિંગ ચાલુ છે.

રિપોર્ટ અનુસાર ઈન્ટરનેટની સેવા 2022ની શરૂઆતમાં થઈ શકે છે. જોકે, કનેકશન માટે પ્રિ-બુકિંગ શરૂ થઈ ગઈ છે. https://www.starlink.com/ પર જઈને તમે પણ પ્રિ-બુક કરાવી શકો છો. સ્ટારલિંક ઈન્ટરનેટ માટે પ્રી-બુકિંગ હાલ દિલ્લી, મુંબઈ, કોલકત્તા, ચેન્નઈ, હૈદરાબાદ અને બેંગાલુરુ માટે થઈ રહી છે. બુકિંગ દરમ્યાન તમને લોકેશનની જાણકારી પણ મળી જશે.

starlink ઈન્ટરનેટની કરાવી શકશો પ્રી-બુકિંગ

starlink ઈન્ટરનેટની પ્રી-બુકિંગ માટે 99 ડોલર એટલે લગભગ 7,300 રૂપિયા સિકયોરિટી તરીકે આપવા પડશે જે રાઉટર વગેરે માટે હશે. પેમેન્ટ થઈ ગયા બાદતમારી લોકેશન પર બુકિંગ કંફર્મ થઈ જશે. જણાવી દઈએ કે, આ સિકયોરિટી 100 ટકા રિફંડેબલ છે એટલે કે, જો બુકિંગ બાદ તમારુ મન બદલાય છે. તો તમે તેને રદ્દ કરી શકો છો. અને પૈસા પરત મેળવી શકો છો.

શરૂઆતમાં બીટા ટેસ્ટિંગ દરમ્યાન ગ્રાહકોને 50-150mbpsની સ્પીડ મળશે. જોકે, એલન મસ્કે કહ્યુ કે, ટેસ્ટિંગ પુરુ થયા બાદ 300mbps સુધીની સ્પીડ અપાશે. મસ્કે એ પણ કહ્યુ કે, starlink દ્વારા સમગ્ર દુનિયામાં ઈન્ટરનેટ આપવાની પ્લાનિંગ છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો