GSTV
Gujarat Government Advertisement

કામનું / AC, કૂલર -પંખા ખરીદવાનુ વિચારો છો તો જલ્દી કરો, નવા ભાવ સાંભળી છૂટી જશે પરસેવો

Last Updated on March 13, 2021 by

સતત વધતી મોંઘવારીની અસર હવે વીજળી ઉપકરણો પર પણ જોવા મળશે. કીંમતમાં વધારાને જોતા હવે વીજળીનો સામાન મોંધો થવા જઈ રહ્યો છે. આગામી મહિનાથી AC, કૂલર અને પંખાના ભાવમાં વધારો થવાથી હવે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે. બજારમાં જે પ્રકારના સમાચાર સામે આવ્યા છે તેને જોતા લાગે છે કે, આગામી મહિનાની શરૂઆતમાં જ મોંઘવારી વધારે વધી જશે.

લગભગ 2 હજાર રૂપિયા સુઘી મોંઘા થઈ શકે છે AC

જેમ-જેમ ગરમીની ઋતુ નજીક આવે છે તેમ ACની વધારે જરૂરિયાત ઉભી થાય છે. જો તમે આ મહિને AC ન ખરીદ્યુ તો આગામી મહિને તમારે વધારે પૈસા ચૂકવવા પડશે. કીંમતોમાં વધારો થવાના કારણે 4 થી 6 ટકાનો વધારો કરાઈ શકે છે. તેની અસરથી ACની કીંમતમાં 1500થી 2000 સૂધીનો વધારો થઈ શકે છે.

ઉંચા ખર્ચને કારણે વધારો

વિજળી ઉપકરણો બનાવનાર કંપની ખર્ચાઓ વધવાની વાત કહી રહી છે. પોલિમર્સ, કૉપર, સ્ટીલ, પેકેજિંગ મટિરીયલના ભાવમાં ભારે ઉછાળાના કારણે ઉત્પાદનનો ખર્ચ વધે છે. કોપરની કીંમતમાં વધારો રેકોર્ડ બ્રેક થવાના સ્તર પર પહોંચી ગઈ છે. આ જ કારણોથી વિજળીના ઘરેલૂ ઉપકરણો મોંઘા થવા જઈ રહ્યા છે. કૂલરની કીંમતોમાં પણ 1 હજાર રૂપિયા સુઘીનો વધારો જોવા મળી શકે છે.

પંખો પણ થશે મોંઘો

એવુ નથી કે, માત્ર એર કંડીશનર પર જ મોંઘવારીનો માર પડશે. પંખા પણ મોંધવારીની લપેટમાં આવશે. તાંબુ મોંધુ થવાના કારણે પંખા બનાવવાનો ખર્ચ વધી ગયો છે. જે કારણે હવે કારોબારી પંખાના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ગરમીથી છૂટકારો મેળવવા માટે લોકો પોતાની પહોંચ પ્રમાણે ઉપકરણો ખરીદે છે.

ગત વર્ષની થશે અસર

ગત વર્ષે ગરમીની સીઝન કોરોનાના કારણે એકદમ ફ્લોપ રહી હતી. આર્થિક મુશ્કેલીઓના કારણે લોકોએ સામાન નહોતા ખરીદ્યા જે કારણે વેપારીઓને ઘણુ નુકશાન થયુ હતું. હવે જેમ-જેમ દેશમાં કોરોનાને માત આપીને લોકો આગળ વધી રહી છે ત્યારે પુરી આશા છે કે, બજાર પર તેની અસર થશે. લોકો જરૂર અનુસાર ખરીદી કરશે અને તેથી માંગ વધશે. આપૂર્તિ કરવા માટે કંપની વધારે ઉત્પાદન કરશે અને અર્થવ્યવસ્થા પહેલાની જેમ દોડવા લાગશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો