Last Updated on March 13, 2021 by
અમેરિકી આર્ટિસ્ટ બીપલની એક તસવીરની ડિજિટલ ફાઈલ (JPEG ફાઈલ) 503 કરોડ રૂપિયામાં વેચાઈ છે. હકીકતે આ તસવીર વિવિધ તસવીરોનું ડિજિટલ કોલાજ છે. ખાસ વાત એ છે કે આ કોલાજનું કોઈ ફિઝિકલ વર્ઝન ઉપલબ્ધ નથી.
આ કોલાજને ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું
બ્રિટનની ઓક્શન કંપની ક્રિસ્ટીએ આ કોલાજની હરાજી કરી હતી. આ કોલાજને ‘Everydays: The First 5,000 Days’ નામ આપવામાં આવ્યું છે. હરાજી માટે આશરે બે સપ્તાહ સુધી આ કોલાજને ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.
10 સેકન્ડનો તે વીડિયો આશરે 48 કરોડ રૂપિયામાં વેચાયો
કોલાજની પ્રાથમિક કિંમત આશરે 7,200 રૂપિયા રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા ડિજિટલ વસ્તુઓને યુનિક આઈટમમાં ફેરવી દેવામાં આવે છે અને પછી તેનું ઉંચી કિંમતે વેચાણ કરવામાં આવે છે. આવી ડિજિટલ સંપત્તિને Non-Fungible Token (NFT) કહેવામાં આવે છે. હવે બીપલનું કોલાજ સૌથી મોંઘુ NFT બની ગયું છે. ગત મહિને બીપલના એક વીડિયોને પણ ઉંચી કિંમતે ખરીદવામાં આવ્યો હતો. 10 સેકન્ડનો તે વીડિયો આશરે 48 કરોડ રૂપિયામાં વેચાયો હતો.
આ કોલાજમાં કુલ 5,000 તસવીરો સામેલ કરવામાં આવી
બીપલના આ કોલાજમાં કુલ 5,000 તસવીરો સામેલ કરવામાં આવી છે. આ તસવીરો છેલ્લા 13 વર્ષમાં તૈયાર કરવામાં આવેલી છે. બીપલ એક દિવસમાં માત્ર એક તસવીર તૈયાર કરતા હતા. બીપલનું આ કોલાજ કોણે ખરીદ્યું તે નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. બીપલ પોપ સ્ટાર જસ્ટિન બીબર, કેટી પેરી સાથે કામ કરી ચુક્યા છે. તેઓ પોતાની તસવીરોમાં 21મી સદીની જિંદગી દર્શાવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના આશરે 20 લાખ ફોલોઅર્સ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31