Last Updated on April 9, 2021 by
કોરોના કાળમાં રોજગારના સંસાધન સીમિત થવા તેમજ સેલેરી કપાતને જોતા આવક ઓછી થઈ ગઈ છે. તો ખાણી-પીણીની ચીજોમાં થઈ રહેલા ધરખમ વધારાથી લોકોનું માસિક બજેટ ખોરવાયુ છે. હાલમાં જ ખાદ્ય તેલોમાં થયેલા વધારાને કારણે લોકોની પરેશાનીઓમાં વધારો થયો છે. સરસવનું તેલ લગભગ 150 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયુ છે. તેવી જ રીતે સોયા તેલમાં પણ વધારો થયો છે. એવામાં એમ્પોર્ડ ગ્રુપ ઓફ મિનિસ્ટર જલ્દી જ ખાદ્ય તેલમાં વધારો થયાની સમીક્ષા કરશે.
સરકારી સૂત્રો મુજબ 1 વર્ષમાં ખાદ્ય તેલની કીંમતોમાં લગભગ 95 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ખાદ્ય મંત્રાલયે કૂકિંગ ઓયલની કીંમતોની સમીક્ષા માટે મંત્રીઓના અધિકાર પ્રાપ્ત સમૂહને એક પ્રસ્તાવ મોકલાયો છે અને જલ્દીજ એક બેઠક બોલાવવા કહ્યુ છે. તેમાં ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કપાતનો નિર્ણય લેવાઈ શકે છે. જણાવી દઈએ કે, નવેમ્બર 2020થી ખાદ્ય તેલો પર લાગુ ઈમ્પોર્ટ ડ્યૂટીને ઓછી કરાઈ નથી. ભારત ખાદ્ય તેલોની પોતાની 70 ટકા માંગને પુરી કરે છે. જેમાં પ્રમુખરૂપથી ઈન્ડોનેશિયા અને મલેશિયાથી પામ તેલ આયાત થાય છે. આશા છે કે, આયાત ડ્યુટીમાં ઘટાડો કરવાથી ગ્રાહકો માટે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
સોયાબિન તેલમાં 40 ટકાનો થયો વધારો
સરસવના તેલ ઉપરાંત સોયાબીનના તેલમાં પણ વધારો જોવા મળ્યો. આ વર્ષે અત્યારસુધીમાં સોયાબીનના ભાવમાં 40 ટકા સુઘીનો વધારો થયો છે. ચીનની ઓછી સપ્લાય અને ઘટતી માંગના કારણે કોમોડિટી રેટમાં વધારો થયો છે. મંગળવારે ખાદ્યતેલના કરારના દરોમાં વધારો થયો છે. ટ્રેડમાં રિફાઈન્ડ સોયા તેલ 0.94 ટકાના વધારા સાથે 1232 રૂપિયા હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31