Last Updated on February 25, 2021 by
૮૦૦ કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટેરેટ(ED)એ દિલ્હી સ્થિત કંપનીમાં દરોડા પાડયા હતાં. કેન્દ્રીય તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર ૨૨ ફેબુ્આરીના રોજ શ્રી બાંકે બિહારી એક્સપોર્ટ લિમિટેડ(એસબીબીઇએલ) અને તેના પ્રમોટરો અમરચંગદ ગુપ્તા, રામલાલ ગુપ્તા, રાજકુમાર ગુપ્તા અને તેના પરિવારના સભ્યોના પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
PMLA હેઠળ EDની કામગીરી
EDએ વધુમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ આ કંપનીની તપાસ કરવામાં આવી રહી છે. આ કંપની પર લોનના ૬૦૫ કરોડ રૂપિયા ડાયવર્ટ કરવાનો આરોપ છે.
પ્રમોટરો વિરુદ્ધ કેસ દાખલ કર્યો
એજન્સીએ સીબીઆઇની એફઆઇઆરનો અભ્યાસ કરીને કંપની અને તેના પ્રમોટરો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે એસબીબીઇએલએ પોતાના પેટા એકમો દ્વારા ભંડોળ ટ્રાન્સફર કર્યુ હતું. કંપનીએ આરોપ છે કે તેણે પોતાના નાણાકીય હિસાબોમાં બોગસ અને નકલી ખરીદ-વેચાણના વ્યવહારો દર્શાવ્યા હતાં.
પુરાવાથી અપરાધનો ખુલાસો
એજન્સીએ વધુમાં દાવો કર્યો હતો કે એવા અનેક પુરાવા મળી આવ્યા છે જેના પરથી સાબિત થાય છે કે કંપનીએ મની લોન્ડરિંગ કર્યુ હતું. આ પુરાવાઓના ભાગ રૂપે કેટલાક દસ્તાવેજો ઉપરાંત લેપટોપ, મોબાઇલ ફોન, ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસ મળી આવ્યા છે. એજન્સીએ વધુમાં કહ્યું હતું કે ૧૦૦ કરોડ રૂપિયા બેેંક છેતરપિંડી બદલ અન્ય બે અજાણ્યા ગૃપની તપાસ કરી રહ્યું છે. આમ આ કેસોમાં કુલ ૮૦૫ કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી આચરવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31