Last Updated on March 19, 2021 by
અથાણુ દરેક ભોજનમાં પ્રાણ ફૂંકી દેનારી વસ્તુ છે. થાળીમાં અથાણા વિના જાણે કે ભોજન અધૂરુ લાગે છે. આ સાથે જ આ એક એવો બિઝનેસ છે જે દરેક સીઝનમાં ચાલી શકે છે. જો તમે કોઇ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો અથાણાનો બિઝનેસ (Pickle Business) સારી કમાણી કરાવતો બિઝનેસ છે. અથાણુ બનાવવાનાના બિઝનેસની શરૂઆત ઘરેથી જ થઇ શકે છે. જ્યારે બિઝનેસ વધવા લાગે તો અલગ જગ્યાએથી આ બિઝનેસને આગળ વધારવા વિશે વિચારી શકાય છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો અને તેનાથી કેટલી કમાણી કરી શકાય છે.
10 હજાર રૂપિયામાં શરૂ કરો બિઝનેસ
તમે પણ અથાણુ બનાવવાનો બિઝનેસ ઘરે જ શરૂ કરી શકો છો. આ બિઝનેસ ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાથી શરૂ થઇ જાય છે. તેનાથી તમને 25થી 30 હજાર રૂપિયાની કમાણી થશે. આ કમાણી તમારી પ્રોડક્ટ ડિમાંડ, પેકિંગ અને એરિયા પર પણ આધારિત છે. અથાણાને ઑનલાઇન, જથ્થાબંધ, રિટેલ માર્કેટ અને રિટેલ ચેનને વેચી શકો છો.
900 સ્ક્વેર ફૂટનો એરિયા જોઇશે
અથાણા મેકિંગ બિઝનેસ માટે 900 સ્ક્વેર ફૂટનો એરિયા હોવો જરૂરી છે. અથાણુ તૈયાર કરવુ, સુકવવુ, અથાણુ પેક કરવુ વગેરે માટે જગ્યાની જરૂર પડશે. અથાણાને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવવા માટે અથાણાને બનાવતી વખતે ઘણી સ્વચ્છતાની જરૂર પડે છે ત્યારે જ અથાણુ વધુ દિવસ સુધી સારુ રહે છે.
અથાણું બનાવવાના બિઝનેસમાં આટલા રૂપિયાની થશે કમાણી
અથાણુ બનાવવાના બિઝનેસને 10 હજાર રૂપિયાનો ખર્ચ કરીને તેનો બમણો નફો કમાઇ શકાય છે. પહેલા માર્કેટિંગમાં ખર્ચની તમામ રકમ વસૂલ કરવામાં આવે છે અને તે બાદ નફો જ નફો થાય છે. આ નાના બિઝનેસને મહેનત અને નવા પ્રયોગ દ્વારા મોટો બિઝનેસ બનાવી શકાય છે. આ બિઝનેસનો નફો દર મહિને મળશે અને નફામાં વધારો પણ થશે.
અથાણુ બનાવવાના બિઝનેસનું લાયસન્સ કેવી રીતે મળશે
અથાણુ બનાવવાના બિઝનેસ માટે લાયસન્સની જરૂર પડશે. બિઝનેસ શરૂ કરવા માટે ફૂડ સેફ્ટી એંડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીથી લાયસન્સ મેળવી શકાય છે. આ લાયસન્સ માટે ઑનલાઇન ફોર્મ ભરીને અરજી કરી શકાય છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31