Last Updated on February 26, 2021 by
નાનપણથી અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે વહેલા ઉંઘવું અને વહેલા ઉઠવાથી મનુષ્યને સ્વસ્થ, ધનવાન અને બુદ્ધિમાન બનાવે છે. ત્યારે બાળકોને વહેલા સુવા અને વહેલા ઉઠવા માટે પ્રેરિત કરવા એક ફોર્મ્યૂલા બનાવવામાં આવ્યો છે. જેના પર માતા-પિતા જ નહીં ડોક્ટર્સ પણ અમલ કરવાનું કહી રહ્યા છે. પરંતુ મેડિકલ જર્નલ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે રાત્રે 10 કલાક પહેલા સુવુ સ્વાસ્થ્ય માટે જોખમી છે.
આ અધ્યયન અનુસાર, રાત્રીના 10 વાગ્યા પહેલા સુવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો જોખમ વધુ હોય છે. જે મૃત્યુને આમંત્રણ આપે છે. મોડી રાત્રે સુવાથી પણ મેટાબોલિઝ્મ સાથે સંકળાયેલ બિમારીઓ અને જીવન શૈલી સંબંધિ વિકાર થવાનો જોખમ પણ વધુ રહે છે.
રાત્રે 10 વાગ્યા પહેલા સુવાની આદતથી હાર્ટ એટેક અને સ્ટ્રોકથી મોતનું જોખમ લગભગ 9 % સુધી વધી જાય છે. અધ્યયન કરનાર વૈજ્ઞાનિકોએ સ્લીપ મેડિસિનમાં લખ્યું કે, 21થી વધુ દેશોમાં રાત્રે 10 વાગ્યાથી પહેલા મૃત્યુ પામનાર 5,633 લોકોના મોતની તપાસ કરતા સામે આવ્યું કે તેમાંથી 4,346 મોતનું કારણ હાર્ટ એટેક અને સ્ટ્રોક હતું.
સમય પર સુવુ છે ખૂબ જરૂરી
ડોક્ટર વી. મોહન, જે આ સ્ટડિનો ભાગ રહ્યા છે તેમણે જણાવ્યું કે, સ્ટડિ દરમ્યાન અમે સુવા અને ઘટનાઓના જોખમ વચ્ચે યૂ શેપનો તાલમેલ જોયો. અમે જોયું કે જે લોકોનો સુવાનો સમય રાત્રે 10 વાગ્યાથી મધ્ય રાત્રી વચ્ચેનો હતો. તેમના માટે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘણું ઓછું હતું. સાથે જ આ જોખમ તે લોકો માટે ઓછું હતું જે લોકો રાત્રે 9 વાગ્યાથી રાત્રીના 1 વાગ્યા દરમ્યાન ઉંઘે છે. પરંતુ ગ્રાફમાં આ વાત પણ સામે આવી છે કે મૃત્યુને આમંત્રિત કરનાર હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ તે લોકોને હોય છે જે સાંજે 7 વાગ્યા પહેલા ઉંઘે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31