GSTV
Gujarat Government Advertisement

હવે ફક્ત 10 જ મિનીટમાં ઘરે બેઠા બનાવો તમારું ઇ-પાનકાર્ડ, આજે જ સરકારની આ સુવિધાનો લાભ ઉઠાવો

Last Updated on March 31, 2021 by

1 એપ્રિલથી દેશભરમાં ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા નવા નિયમો લાગુ થઇ જશે. એવામાં તમે પણ બેંકિંગ, સરકારી યોજના તથા ઇન્કમટેક્સમાં છૂટનો લાભ મેળવવા ઇચ્છો છો તો તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે જોડાયેલ તમામ દસ્તાવેજોને ચેક કરી લેવાની જરૂર છે. જો તમારી પાસે પાન કાર્ડ નથી અને તમારે ઇમરજન્સીમાં પાન કાર્ડની જરૂરિયાત હોય તો હવે માત્ર 10 મિનીટમાં જ તમે તે બનાવી શકશો. સરકાર એવી સુવિધા લઇને આવી છે કે, જેમાં જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તેના KYC ના આધાર પર તમે માત્ર થોડીક જ મિનીટોમાં તમારું ઇ-પાનકાર્ડ પણ રજૂ થઇ જશે. તો અહીં જાણીશું કે આખરે શું છે તેના જરૂરી સ્ટેપ્સ…

e-PAN Card

સ્ટેપ્સ 1: ઇન્સ્ટન્ટ પાન કાર્ડ માટે પ્રથમ આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in. પર જવાનું રહેશે.

સ્ટેપ્સ 2: હવે જ્યારે હોમ પેજ ખુલે છે ત્યારે ‘Quick Links’ વિભાગ પર જાઓ અને ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરો, જે તમને તુરંત પાન એલોટમેન્ટ પેજ પર રિડાયરેક્ટ કરી દેશે.

સ્ટેપ્સ 3: ત્યાર બાદ હવે ‘Get New PAN’ ની લિંક પર ક્લિક કરો. જે તમને ઇન્સ્ટન્ટ પાન રિક્વેસ્ટ વેબપેજ પર લઈ જશે. જ્યાં તમારે કેટલીક મહત્વપૂર્ણ વિગતો ભરવાની રહેશે.

સ્ટેપ્સ 4: તમારા પાનકાર્ડની નોંધણી માટે કૃપા કરીને આ વિભાગમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને કન્ફર્મ કરો.

સ્ટેપ્સ 5 : પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મેળવવા માટે ‘Generate Aadhar OTP’ પર ક્લિક કરો. પરંતુ યાદ રાખજો કે, માત્ર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જ પ્રાપ્ત થશે.

સ્ટેપ્સ 6 : ટેક્સ્ટ બોક્સમાં OTP નાખી પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત આધાર ઓટીપી એન્ટર કરો અને ‘Validate Aadhaar OTP and Continue’ વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ્સ 7 : હવે તમે પાન અનુરોધ જમા કરનારા વિભાગ પર રિડાયરેક્ટ થઇ જશો, અહીં તમારે તમારી આધાર ડિટેઇલની પુષ્ટિ કરવાની રહેશે અને નિયમ અને શરતોને પણ એક્સેપ્ટ કરવાની રહેશે.

સ્ટેપ્સ 8 : ત્યાર બાદ ‘Submit PAN Request’ ના બટન પર ક્લિક કરો.

સ્ટેપ્સ 9 : હવે એક એકનૉલેજમેન્ટ નંબર જનરેટ થશે. પોતાનો આધાર નંબર એન્ટર કરીને તમે તમારા પાનકાર્ડ રજિસ્ટ્રેશનની સ્થિતિની તપાસ પણ કરી શકો છો.

સ્ટેપ્સ 10 : આ પ્રક્રિયાને પૂર્ણ કર્યાના માત્ર 10 મિનીટ બાદ જ તમને તમારો પાન નંબર મળી જશે. જો કે, આ એક E-PanCard છે, જેને તમે પીડીએફ ફોર્મેટમાં પણ ડાઉનલોડ કરી શકો છો.

pan card

ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો

  • ઇન્સ્ટન્ટ E-PanCard માટે તમારે કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન આપવાનું રહેશે. ત્યારે તમને 10 મિનીટની અંદર જ ઓનલાઇન પાનકાર્ડ મળી જશે.
  • એક વેલિડ આધાર સંખ્યા હોવી જોઇએ, જે પહેલાં ક્યારેય પણ અન્ય કોઇ પાન કાર્ડ સાથે લિંક ના હોય.
  • આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર એકબીજા સાથે જોડાયેલો હોવો જોઇએ, કારણ કે, માત્ર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જ OTP જનરેટ થશે.
  • આ આધારના આધારે તત્કાલ પાન પેપરલેસ પ્રક્રિયા છે. એટલાં માટે કોઇ પણ KYC દસ્તાવેડ જમા કરવા અથવા તો અપલોડ કરવાની જરૂરિયાત નથી.
  • આ સુવિધા સરકાર દ્વારા બિલકુલ મફત છે એટલાં માટે આ માટે જો કોઇ પૈસા માંગે તો તુરંત તેની ફરિયાદ કરો.
e-PAN Card

આ રીતે ડાઉનલોડ કરો તમારું E-PanCard

તમે તમારા પાનકાર્ડને વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in/home પર જઇને ‘Quick Links’ વિભાગ અંતર્ગત ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરીને પ્રાપ્ત કરી શકો છો. ત્યાર બાદ તમારે ‘Check Status/Download PAN’ પર ક્લિક કરીને પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે જનરેટ પીડીએફ લિંકના આધારે ડાઉનલોડ થઇ જશે. આ લિંક પાન રજિસ્ટ્રેશન થવાના 10થી 15 મિનીટની અંદર જ જનરેટ થઇ જશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો