Last Updated on February 28, 2021 by
તમારી પાસેથી ઓનલાઈન ઠગાઈ કરવામાં આવે કે ઓફલાઈન. હવે આવા દુકાનદારો નહિ બચી શકે. જો કોઈ દુકાનદારે તમારી સાથે છેતરપિંડી કરી છે તો હવે તમે ઘરબેઠા કેન્દ્ર સરકારની ઈ-દાખિલ પોર્ટલ (E-Daakhil Portal)પર ફરિયાદ કરી શકો છો. આ પોર્ટલ દ્વારા તમે તમારી ફરિયાદો સીધા સરકારને કરી શકો છો. મોદી સરકારે ગ્રાહકોની ફરિયાદના ઓનલાઈન સમાધાન માટે ઈ-દાખિલ પોર્ટલ શરૂ કર્યુ છે.
15 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ
હવે દેશના 15 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ થઈ ગઈ છે. ત્યાંના ગ્રાહકો હવે પોતાની ફરિયાદો તેના પર કરી શકે છે. ગ્રાહકો ફરિયાદોને ઓનલાઈન માધ્યમ દ્વારા દાખલ કરવા માટે NIC દ્વારા વિકસિત આ ડિજીટલ મંચ પર કેટલીક સુવિધાઓ આપવામાં આવી છે. જેમ કે ઈ-નોટિસ, બાબતથી જોડાયેલા દસ્તાવેજોને ડાઉનલોડ કરવા માટે લિંક, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સૂનાવણી માટે વીસ લિંક, વિપરીત પક્ષ દ્વારા લેખિત જવાબ દાખલ કરવાની સુવિધા અને SMS/EMAILઅલર્ટ સૂવિધા વગેરે સામેલ છે.
અમલ કરનાર પ્રથમ રાજ્ય દિલ્હી હતું
ઇ-ફાઇલિંગ સુવિધા રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ દ્વારા 7 સપ્ટેમ્બર 2020 માં રજૂ કરવામાં આવી હતી. દિલ્હી એ 8 સપ્ટેમ્બર 2020 ના રોજ અમલ કરનાર પ્રથમ રાજ્ય હતું. બાદમાં, મહારાષ્ટ્ર, અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગ,, ઝારખંડ, ગુજરાત, ચંદીગ,, આંધ્રપ્રદેશ, ઓડિશા, પંજાબ, કર્ણાટક અને હરિયાણાએ પણ તેમના સંબંધિત રાજ્યોમાં ફરિયાદ નોંધાવવાની શરૂઆત કરી.
ફરિયાદ ગાખલ કરવા માટે પેમેંટનો વિકલ્પ
એક અઘિકારિક નિવેદન અનુસાર, 20 જુલાઈ 2020થી પ્રભાવિત થયેલા ગ્રાહકો સંરક્ષણ અધિનિયમ 2019માં ગ્રાહક આયોગોમાં ગ્રાહકો ફરિયાદો ઓનલાઈન દાખલ કરવા તથા ફરિયાદ દાકલ કરવા માટે પેમેંટની ઓનલાઈન ચૂકવણીનો વિકલ્પ છે. ગ્રામીણ ક્ષેત્રોમાંના ગ્રાહકોને પણ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તે નિર્ણય કરાયો છે કે, સામાન્ય સેવા કેન્દ્રોને ઈ-દાખિલ સાથે એકીકૃત કરાવાશે. ગ્રામીણ ગ્રાહકો ગ્રાહક આયોગની ફરિયાદ મેળવવા માટે સીએસસીની સેવાઓ લઈ શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31