GSTV
Gujarat Government Advertisement

બેદરકારી/ ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાં આ વસ્તુ ભૂલી ગઇ મહિલા ડોક્ટર, સારવારના ખર્ચમાં આખુ ખેતર વેચાઇ ગયું

ડોક્ટર

Last Updated on March 4, 2021 by

ઘણા લોકોને ભુલવાની ટેવ હોય છે. કોઇકને નામ યાદ ના રહેતા હોય તો વળી કિકને રસ્તા ભુલાઇ જતા હોય છે. કેટલાક લોકો તો એવા ભુલકણા હોય છે કે તેઓ કોઇ વસ્તુ મુકીને ભુલી જાય છે. બાદમાં જ્યારે જરુર પડે ત્યારે તે મળતી જ નથી. આ તો થઇ સામાન્ય માણસોની વાત, પરંતુ જો કોઇ ડોક્ટર ભુલકણો હયો તો? અહિં એવી જ એક મહિલા ડોક્ટરની વાત કરવી છે.

બીજી વારના ઓપરેશનમાં પેટમાંથી નીકળ્યો રૂમાલ

ઉત્તર પ્રદેશની એક હિલા ડોક્ટરની બેદરકારીને કારણે એક મહિલાનો જીવ જોખમમાં મુકાયો છે. આ મહિલા ડોક્ટર ઓપરેશન દરમિયાન રુમાલ દર્દીના પેટમાં જ ભુલી ગઇ અને ટાંકા પણ લગાવી દીધા. ત્યારબાદ તે મહિલા દર્દીની હાલત બગડી અને તેના પેટમાં ઇન્ફેક્શન ફેલાયું. આશ્ચર્યની વાત તો એ છે કે તબિયત બગડતા ફરીથી આ ડોક્ટર જ તેની સારવાર કરતી રહી.

જ્યારે દર્દીને ફાયદો ના થયો તો તેણે બીજી ડોક્ટરને બતાવ્યું અને આખી ઘટના સામે આવી. ત્યારબાદ તે મહિલાનું બીજી વખત ઓપરેશન કરીને પેટમાંથી રુમાલ કાઢવામાં આવ્યો. સાથે જ તેના કેટલાક અંગોને પણ કાપીને કાઢવા પડ્યા છે. આમ છતા અત્યારે મહિલાની સ્થતિ ગંભીર છે.

ડોક્ટર

ગેસ અને એનીમિયા છે તેમ કહીને સારવાર કરતી રહી ડોક્ટર

જે ડોક્ટર સિઝેરિયનના ઓપરેશન દરમિયાન પેટમાં રુમાલ ભૂલી ગઇ તેનું નામ ડો. સંગીતા સિંહ છે. જ્યારે ફરી વખત તે દર્દી તેની પાસે આવી તો ડો. સંગીતા તેને ગેસ અને એનીમિયા છે તેમ કહીને સારવાર કરતી રહી. બાદમાં 2 ફેબ્રુઆરીએ રેખા નામની તે મહિલાનું ફરીવખત ઓપરેશન થયું ને તેના પેટમાંથી રુમાલ કાઢવામાં આવ્યો.

આ સારવારના ખર્ચામાં તેનું ખેતર પણ વેચાઇ ગયું છે અને દેવું થઇ ગયું તે વધારાનું. જ્યારે તે અને તેનો પતિ હોસ્પિટલે ફરિયાદ કરવા ગયા તો ડોક્ટરોએ તેમને ધમકાવ્યા. ત્યારબાદ તેઓ પોલીસ પાસે ગયા અને આ ઘટના પ્રકાશમાં આવી. ત્યારબાદ આરોગ્ય પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો