Last Updated on March 23, 2021 by
યુપીના મુરાદાબાદ જિલ્લામાં પરિસીમન બાદ અહીં 643 ગ્રામ પંચાયત થઈ ગઈ છે. આ તમામ ગ્રામ પંચાયતોનું વર્ષ 1995નો આધાર માનીને પ્રશાસને અનામત યાદી જાહેર કરી દીધી છે. આ યાદીને આધાર માનીને અમુક ઉમેદવારો પછાત જ્ઞાતિમાં લગ્ન પણ કરી લીધા હતા. પંચાયત અને જિલ્લા પંચાયતના વોર્ડમાં અનામતની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. તમામ યાદીઓ ફાઈનલ થઈ ગઈ છે.
આ તમામની વચ્ચે લખનઉ હાઈકોર્ટે વર્ષ 2015નો આધાર માનીને ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીઓ માટ અનામત જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ પ્રશાસને નવી ફોર્મ્યુલા અંતર્ગત અનામત કરવાનું કહી રહ્યા છે. મોડી સાંજે અનામત યાદી જાહેર થયા બાદ ગામડાઓમાં રાજકીય અખાડા ઉભા થઈ રહ્યા છે. જે ગામને પ્રથમ યાદીમાં અનામતથી બહાર રાખવામાં આવ્યા છે, ત્યાં ચૂંટણીની તૈયારી કરવા પર સંભવિત ઉમેદવારોના મોઢા પડી ગયા છે.
સામે આવ્યો અનોખો મામલો
આઝાદી બાદ પહેલી વાર અસદપુર ગામ પછાત વર્ગ માટે અનામત જાહેર થયું છે. ગામનો એક શખ્સ છેલ્લા બે વર્ષથી સરપંચની ચૂંટણી લડવા માટે ઉછાળા ભરી રહ્યો હતો. પણ ત્રણ માર્ચે અનામતની યાદી જાહેર થઈ તો, અસદપુર ગામ પછાત જાતિ માટે અનામત થયું. જેનાથી કેટલાય લોકોના સપના તૂટી ગયા હતા. જે બાદ ઘર પર આરામથી બેસી ગયા હતા. જો કે, એક શખ્સે ગાંઠ બાંધી લીધી કે, સરપંચ બનવું એટલે બનવું. હું નહીં તો કોઈ બીજૂ ચૂંટણી તો લડશે જ ! જે બાદ તેણે પછાત વર્ગની યુવતી શોધવાનું ચાલુ કરી દીધું. સરપંચની ચૂંટણી લડવા માટે તેણે પોતાના નાના ભાઈના લગ્ન પછાત વર્ગની યુવતી સાથે કરાવી દીધા.
સરપંચની ચૂંટણી માટે અન્ય જાતિની યુવતી સાથે લગ્ન કરવા મજબૂર
મત માટે આધાર કાર્ડમાં સંશોધન કરીને પિતાના નામની જગ્યાએ પતિનું નામ નોંધાવ્યું. નવી દુલ્હન હજૂ પિયરમાં જ છે. પણ તેના માટે પછાત જાતિમાં અનામતની સીટ પર ચૂંટણી લડવા માટે જાળ નાખી રહ્યા છે. પતિ અને જેઠે યુવતીને જીતાડવા માટે રાત-દિવસ એક કરી નાખ્યા છે. એવુ નક્કી કર્યુ હતું કે, જીત બાદ યુવતીની વિદાઈ કરવાની હતી. ચૂંટણી માટે પછાત વર્ગની યુવતી સાથે લગ્ન કરવાનો આ મામલો પ્રદેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, હજૂ આ રવિવારે જ કોર્ટે આદેશ બદલી નાખ્યો અને નવી ફોર્મ્યુલા લાગી કરી, જે બાદ ગામ અનામતમાંથી હટી ગયું. ત્યારે હવે લગ્ન કરનારા પરિવાર બરાબરનો ફસાયો છે. ઘરના લોકોમાં માસૂમી ફેલાઈ ગઈ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31