Last Updated on February 24, 2021 by
મેક્સિકોના ડ્રગ માફિયા અલ ચાપો ગઝમેનના પત્નીની અમેરિકામાં ધરપકડ કરાઇ હતી. તેની પર પતિના કરોડો ડોલરના કાળા કારોબારને ચાલુ રાખવાનો તેમજ 2015માં અલ ચાપોને મેક્સિકોની જેલમાંથી ભાગવામાં મદદ કરવાનો આરોપ હતો. પૂર્વ બ્યુટી ક્વિન એવી 31 વર્ષની એમ્મા કોરોનેલ ઐસપુરોની વર્જીનિયામાં ડુલ્લેસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેને આજે વોશિંગ્ટનની ફેડરલ કોર્ટમાં રજૂ કરાઇ હતી.તેની પાસે અમેરિકા અને મેક્સિકો એમ બંને દેશોની રાષ્ટ્રીયતા છે.
સિનોલા ડ્રગ કારેટલના લાંબા સમય સુધી વડા રહેલા ગઝમેનને સંડોવતી કરોડો ડોલરના લોહીયાળ કારોબારમાં ઇમ્માની ધરપકડ એક મોટો વણાંક છે. બે વાર મેક્સિકોની જેલમાંથી ભાગી છુટેલા અલ ચાપો દંતકથા સમાન બની ગયો છે. લોકો એવું માનવા લાગ્યા હતા કે ચાપો અને તેના પરિવારને કોઇ સ્પર્શ પણ કરી શકતું નથી. જો કે 2017માં તેને મેક્સિકોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને હાલ તે અમેરિકાની જેલમાં આજીવન કેદની સજા કાપે છે.
હવે બે પુત્રીઓની માતા ઇમ્મા પર ડ્રગનો કાળો કારોબાર અને ગેર કાયદે ચાલતા સામ્રાજયને ચલાવવાનો આરોપ મૂકાયો હતો.તેની પર અમેરિકામાં અફીલ, ચરસ ,કોકેઇન અને હેરોઇન વ્હેંચવા ષડયંત્ર ઘડવાનો આરોપ હતો.જસ્ટિસ ડીપાર્ટમેન્ટે ઇમ્મા પર અલ ચાપોને મેક્સિકોની જેલમાંથી ભગાડવાનો આરોપ મૂક્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31