GSTV
Gujarat Government Advertisement

રાહત / હવે લાયસન્સ બનાવવા RTO જવાની જરૂર નથી, ડ્રાઇવિંગ ટેસ્ટ પણ લેવાશે ઓનલાઇન

Last Updated on April 7, 2021 by

માર્ગ અને પરિવહન મંત્રાલય (Ministry of Road Transport & Highways) ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) ને બનાવવા અને તેને રિન્યુઅલ માટે નવી ગાઇડલાઇન લઇને આવ્યું છે.

Driving License ની સંપૂર્ણ પ્રક્રિયા છે ઓનલાઇન

આ નવા નિયમ અનુસાર, Learner’s license મેળવવાની પૂરી પ્રક્રિયા ઓનલાઇન રહેશે. એટલે કે એપ્લિકેશનને લઇને લાયસન્સની પ્રિન્ટિંગ સુધી પૂરી પ્રોસેસ ઓનલાઇન રહેશે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ મેડિકલ સર્ટિફિકેટ, લર્નર લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ સરેન્ડર અને તેના રિન્યુઅલ માટે કરી શકાશે.

RC રિન્યુઅલ માટે પણ ફાયદાકારક

મહત્વની બાબત એ છે કે, આવી ગાઇડલાઇન્સ લાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે નવી ગાડીની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ સરળ કરી શકાય. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) નું રિન્યુઅલ હવે 60 દિવસ એડવાન્સમાં કરી શકાશે. આ સિવાય ટેમ્પરરી રજિસ્ટ્રેશનની સમય સીમા પણ હવે 1 મહીનાથી વધારીને 6 મહીના કરી દેવામાં આવી છે.

driving license

ડ્રાઇવિંગ ટેસ્ટ માટે RTO જવાની જરૂરિયાત નથી

આ સાથે જ સરકારે Learner’s License માટે પણ પ્રક્રિયામાં કેટલાંક ફેરફાર કર્યા છે. જે અનુસાર, ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમારે RTO સુધી જવાની જરૂરિયાત નથી, આ કામ ટ્યુટોરિયલના આધારે ઘરે બેઠા જ ઓનલાઇન પણ કરી શકાય છે. આ પગલું કોરોના મહામારી સમયે મોટી રાહત આપનારું છે.

rto

DL, RC ની માન્યતા વધારી દેવામાં આવી છે

માર્ચના અંતમાં માર્ગ અને પરિવહન મંત્રાલયે વધતા કોરોના સંકટને જોતા મોટર વ્હીકલ ડોક્યુમેન્ટ્સ જેવાં ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ વગેરેની માન્યતા વધારીને 30 જૂન 2021 કરી દેવાઇ છે. મંત્રાલયે એક સર્ક્યુલર જારી કરી રહ્યું છે કે, જે પૂરા દેશમાં કોરોનાથી ખરાબ થતી હાલતને જોતા આ દસ્તાવેજો કે જે 1 ફેબ્રુઆરી 2020 ને એક્સપાયર થઇ ગયા હતાં, તેઓએ આગામી 30 જૂન 2021 સુધી માન્ય ગણવામાં આવશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો