Last Updated on March 15, 2021 by
ભારતમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ચૂકી છે. ફ્રંટલાઈન વર્કર્સ બાદ હવે 45 વર્ષની ઉંમરથી વધારે નાગરિકોને પણ વેક્સિનેશનની સૂવિધા અપાઈ રહી છે. કોરોના મહામારી હજપ પણ સમાપ્ત નથી થઈ એવામાં આવનારા સમયમાં વેક્સિન સર્ટિફિકેટ લોકો માટે ઓળખપત્રના રૂપમાં કામ કરી શકે છે. એટલે કે જો તમે કોઈ યાત્રા કરવા કે કોઈપણ કામ કરવા માટે તમારે વેક્સિનેશન સર્ટિફીકેટ બતાવવુ પડશે. કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ તમે વેક્સિન લગાવ્યા બાદ ડાઉનલોડ કરી શકો છો.
જે લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે તે પોતાનું વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. તેને ડાઉનલોડ કરવા માટે તમારે CoWin વેબસાઈટ અથવા એપ પર જવુ પડશે. તે ઉપરાંત તમે આરોગ્ય સેતૂ એપ પર પણજઈ શકો છો. એવામાં આજે અમે તમને સટેપ બાય સ્ટેપ બતાવીશુ કે તેને કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.
આ વસ્તુઓની જરૂર પડશે
આરોગ્ય સેતૂ એપનુ લેટેસ્ટ વર્ઝન, રેફ્રંસ ID અને એકટિવ મોબાઈલ નંબર
આવી રીતે ડાઉનલોડ કરી શકશો સર્ટિફિકેટ
- સૌથી પહેલા આરોગ્ય સેતૂ એપના લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો.
- એપને ઓપન કરો અને Cowin ટેબ પર ક્લિક કરો.
- જે બાદ ટેપ વેક્સિનેશન સર્ટિફિકેટ ઓપ્શન પર ક્લિક કરો.
- હવે બેનિફિશયરી રેફ્રંસ ID નાંખો અને ગેટ સર્ટિફિકેટ બટન પર કલિક કરો. આ ID તમને રજીસ્ટર કરવા સમયે મળશે.
જણાવી દઈએ કે, તેનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે આરોગ્ય સેતૂ એપમાં રજીસ્ટર કરવુ પડશે. તો રજીસ્ટ્રેશન સમયે જે નંબર નાંક્યો હશો તે જ નંબર અંહિ પણ નાંખવાનો રહેશે.
CoWin વેબસાઈટ પરથી આવી રીતે ડાઉનલોડ કરો સર્ટિફિકેટ
- તે માટે તમારે સૌથી પહેલા કોઈપણ બ્રાઉઝરના મદદથી https://selfregistration.cowin.gov.in/vaccination-certificate આ લિંક પર ક્લિક કરો.
- જો તે સર્ટિફિકેટને એપ દ્વારા ડાઉનલોડ કરવા માંગો છો. તો તમને જણાવી દઈએ કે, આ એપ પર વેક્સિનેશન માટે રજીસ્ટર નહિ કરી શકો. આ તમેને વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની પરવાનગી આપે છે જેને તમે તમારા બેનિફિશયરી ID નાંખીને ડાઉનલોડ કરી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31